કોરોના વેક્સીન માટે કેન્દ્રએ જારી કરી ગાઈડલાઈન, જાણો કઈ રીતે કરશો રસીકરણ માટે રજિસ્ટ્રેશન

ભારત સરકારે દેશમાં કોવિડ-19 સંક્રમણના રસીકરણ અભિયાન માટે દિશાનિર્દેશ જારી કર્યા છે.

નવી દિલ્લીઃ ભારત સરકારે દેશમાં કોવિડ-19 સંક્રમણના રસીકરણ અભિયાન માટે દિશાનિર્દેશ જારી કર્યા છે. આ પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ છે કે ભારતમાં કોવિડ-19 રસીકરણ અભિયાન જાન્યુઆી 2021માં શરૂ થશે અને ઓક્ટોબર, 2021 સુધી જનજીવન સામાન્ય થવાની આશા કરી શકાય છે. કેન્દ્રએ એ સ્પષ્ટ કર્યુ હતુ કે કોવિડ-19 વેક્સીન આરોગ્યકર્મીઓ, શ્રમિકો અને 50 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને આપવામાં આવશે ત્યારબાદ 50 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને સ્થિતિના આધારે સંબંદ્ધ કૉમ્બિડિટી સાથે રસીની ઉપલબ્ધતાના આધારે આપવામાં આવશે.

પ્રત્યેક સેશનમાં 100-200 લોકોને રસી

પ્રત્યેક સેશનમાં 100-200 લોકોને રસી

આ ઉપરાંત કોવિડ-19 વેક્સીન ઑપરેશનલ ગાઈડલાઈન્સ હેઠળ રોજ પ્રત્યેક સેશનમાં 100-200 લોકોને રસી આપવામાં આવશે. આ દરમિયાન બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ અભિયાન માટે ઢાંચો તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. રાજ્યોને રસીકરણના પડકારોને પહોંચી વળવા માટે એક વ્યાપક 360 ડિગ્રી કમ્યુનિકેશન અને સોશિયલ મોબીલાઈઝેશન વ્યૂહરચના લાગુ કરવા માટે કહેવામાં આવ્યુ છે.

કોરોના વાયરસ રસીકરણ અભિયાન માટેની ગાઈડલાઈન નીચે મુજબ છેઃ

કોરોના વાયરસ રસીકરણ અભિયાન માટેની ગાઈડલાઈન નીચે મુજબ છેઃ

  • રસીકરણ સ્થળ પર પહેલેથી રજિસ્ટ્રેશન કરાવેલ લાભાર્થીઓને એક સમયે, પ્રાથમિકતા અનુસાર રસી મૂકવામાં આવશે.
  • ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન માટે કોઈ જોગવાઈ નહિ હોય.
  • ચૂંટણી ફોટો આઈડી, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત બાર ફોટો-ઓળખ દસ્તાવેજ, Co-WiN વેબસાઈટ કે એપ પર સ્વ રજિસ્ટ્રેશન માટે જરૂરી રહેશે.

કોરોના વાયરસ વેક્સીન માટે રજિસ્ટ્રેશનના સ્ટેપઃ

કોરોના વાયરસ વેક્સીન માટે રજિસ્ટ્રેશનના સ્ટેપઃ

  • પોતાના મોબાઈલ પર Co-WIN એપ ડાઉનલોડ કરો અથવા Co-WIN વેબસાઈટ પર જાવ(લિંક હજુ સુધી સક્રિય નથી)
  • રસીકરણ માટે એક તારીખ મેળવવા માટે જરૂરી માહિતી સાથે રજિસ્ટર થાવ.
  • માહિતી સબમિટ કરો.
  • તમને તમારી રસી લગાવવાની તારીખ અને સમય મળશે.
  • રસીનો ડોઝ આપ્યા બાદ રસીકરણથી કોઈ પણ પ્રતિકૂળ અસર જોવા માટે દરેકનુ 30 મિનિટ સુધી નિરીક્ષણ કરવામાં આવશે.
  • વિવિધ ક્ષેત્રોમાં કોવિડ-19 વેક્સીન મિશ્ર ન થઈ જાય તે માટે, સંભવ હોય ત્યાં સુધી રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોમાં એક જ ઉત્પાદક પાસેથી રસી ફાળવવામાં આવશે.
  • રસીકરણની ટીમમાં પાંચ સભ્યો શામેલ થશે.
  • દરેક સેશન માટે રોજના 100 લાભાર્થીઓ માટેની યોજના બનાવવાની રહેશે.
  • ભીડને નિયંત્રિત કરવા અને સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે ત્રણ અલગ અલગ રૂમ હશે - એક પ્રતીક્ષા માટે, એક અવલોક માટે અને એક રસીકરણ માટે.
  • જો સેશન સાઈટમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય તો 200 લાભાર્થીઓને રસી આપી શકાય છે.
  • રસી વાહક, રસી શીશીઓ કે આઈસ પેકને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે કડક પગલાં લેવામાં આવશે.
  • જ્યાં સુધી કોઈ લાભાર્થી રસીકરણ માટે કેન્દ્રમાં ન આવે ત્યાં સુધી રસીને ઢાંકણ સાથે વેક્સીન કેરિયરની અંદર જ રાખવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X