For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine : હવે બુસ્ટર ડોઝ તરીકે Covovax રસી લગાવાશે, DCGI પાસે મંજુરી માંગી

કોરોના વાયરસ સામેની લડાઈમાં વધુ એક વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે આપવામાં આવી શકે છે. મળતી વિગતો અનુસાર હવે બૂસ્ટર ડોઝ માટે Covax આપવા માટે DCGI પાસે મંજૂરી માંગવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વેક્સિનેશનની રફ્તાર ધીમી પડી રહી છે ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ મોટી જાણકારી આપી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ માટે Covax આપવા માટે DCGI પાસે મંજૂરી માંગી છે.

corona vaccine

સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, SII એ વયસ્કોને રસી આપવા માટે મંજૂરી માંગી છે જેમને Covishield અથવા Covaxin ના બે ડોઝ આપવામાં આવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, Covaxનું ઉત્પાદન Novovax Inc એ બનાવી છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના લાયસન્સ હેઠળ ઉત્પાદિત સ્વદેશી કોવિડ રસી છે.

અહીં સૂત્રોએ દાવો કર્યો કે, આ એક રિકોમ્બિનન્ટ પ્રોટીન વેક્સિન છે. જે માનવ શરીરને SARS-CoV-2 સામે એન્ટિજેન બોડી ઉત્પન્ન કરશે. આ કોરોના સામે લડવામાં મદદ કરશે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, કોવોવૈક્સને WHO એ 2021ના અંતિમ મહિનામાં મંજુરી આપી હતી. WHO એ પણ બુસ્ટર ડોઝ માટે આ રસીને પરવાનગી આપી હતી.

આ મુદ્દે WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કોવોવૈક્સ નામની રસી નોવાવેક્સના લાઇસન્સ હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. આ રસીનો ઉપયોગ ઓછી આવક વાળા દેશોમાં બૂસ્ટર ડોઝ તરીકે થઈ શકે છે.

આ વેક્સિનને લઈને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, આ રસી COVID-19 સામેની લડાઈમાં એક માઈલ સ્ટોન છે. Covovax હવે ઈમરજન્સીમાં વાપરી શકાય છે. તેનાથી કોરોના સામેની લડાઈમાં મદદ મળશે. આ માટે અદાર પૂનાવાલાએ WHOનો પણ આભાર માન્યો હતો.

English summary
Corona Vaccine: Now Covovax vaccine will be administered as a booster dose
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X