Corona Virus: સપ્ટેમ્બરમાં રોજ 4-5 લાખ કોરોના કેસ નોંધાઈ શકે છે-નીતિ આયોગ

કોરોનાની ત્રીજી લહેરને લઈને નીતિ આયોગે સરકારને ચેતવણી આપી છે. આગામી લહેરમાં 23 ટકા લોકોને હોસ્પિટલની જરૂર પડશે. આ માટે નીતિ આયોગે કેન્દ્ર સરકારને 2 લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા સૂચન કર્યુ છે.

કોરોનાની ત્રીજી લહેરને લઈને નીતિ આયોગે સરકારને ચેતવણી આપી છે. આગામી લહેરમાં 23 ટકા લોકોને હોસ્પિટલની જરૂર પડશે. આ માટે નીતિ આયોગે કેન્દ્ર સરકારને 2 લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા સૂચન કર્યુ છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે કહ્યુ છે કે, આ મહિને રોજના 4-5 લાખ કેસ નોંધાઈ શકે છે અને તેમાંથી 23 ટકા લોકોને હોસ્પિટલની જરૂર પડશે.

નીતિ આયોગની સરકારને ચેતવણી

નીતિ આયોગની સરકારને ચેતવણી

કોરોનાની બીજી વિનાશક લહેર જોયા બાદ હવે આ નિવેદન સામે આવ્યું છે. એપ્રિલ અને મે માં ટોચ પર પહોંચેલી બીજી લહેરમાં પણ રોજના 3 લાખની આસપાસ કેસ નોધાયા હતા ત્યારે હવે કેન્દ્ર સરકારની કોવિડ-19 ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી રહેલા વીકે પોલે ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં ભારતમાં દરરોજ 4-5 લાખ કોરોના વાયરસના કેસ જોવા મળી શકે છે.

સેકન્ટ વેવ કરતા પણ રોજના વધારે કેસ નોંધાશે

સેકન્ટ વેવ કરતા પણ રોજના વધારે કેસ નોંધાશે

નીતિ આયોગ દ્વારા આપવામાં આવેલો આ અંદાજ કોવિડ-19 ની સેકન્ડ વેવ કરતા પણ વધારે છે. આ તમામ બાબતોમાં સૌથી ગંભીર બાબત એ છે કે આ વેવમાં ગંભીર-મધ્યમ લક્ષણો ધરાવતા લગભગ 20 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.

2 લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા સૂચન કર્યુ

2 લાખ આઈસીયુ બેડ તૈયાર કરવા સૂચન કર્યુ

2 લાખ આઈસીયુ બેડ તૈયાર રાખવાની આ ભલામણ આ વર્ષે એપ્રિલ-જૂન દરમિયાનની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ થવાની પેટર્ન પર આધારિત છે. એક અહેવાલ મુજબ 1 જૂનના રોજ સૌથી વધુ 18 લાખ સક્રિય કેસ નોંધાયા હતા. મહત્તમ કેસ ધરાવતા 10 રાજ્યોમાં, કુલ સંક્રમિત દર્દીઓના 21.74 ટકાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી, જ્યારે 2.2% લોકોને ICU માં દાખલ કરવા પડ્યા હતા.

10 લાખ આઈસોલેશન કેર બેડની જરૂર પડશે

10 લાખ આઈસોલેશન કેર બેડની જરૂર પડશે

નીતિ આયોગે સૂચવ્યું છે કે સરકાર તૈયાર રહે અને 2 લાખ ICU બેડ, 1.2 લાખ ICU બેડ વેન્ટિલેટર સાથે, 7 લાખ સામાન્ય બેડ (તેમાંથી 5 લાખ ઓક્સિજન સાથે) અને 10 લાખ કોવિડ આઇસોલેશન કેર બેડ આવતા મહિના સુધીમાં તૈયાર રાખે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X