For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Virus : કોરોનાથી મોતનાં આંકડામાં મોટો ઉછાળો, લાંબા સમય બાદ 666 લોકોના મોત!

દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એક વખત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,326 નવા દર્દીઓ નોંધાયા છે અને 666 દર્દીઓના મોત થયા છે. આ મોત માંથી માત્ર કેરળમાં જ 563 મોત નોંધાયા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઓક્ટોબર : દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ફરી એક વખત ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,326 નવા દર્દીઓ નોંધાયા છે અને 666 દર્દીઓના મોત થયા છે. આ મોત માંથી માત્ર કેરળમાં જ 563 મોત નોંધાયા છે. જો કે કેરળમાં મૃત્યુનો આ આંકડો બેકલોગનો આંકડો છે, એટલે કે રાજ્યમાં કોરોનાથી આ પહેલા પણ આટલા મોત થયા હતા, પરંતુ તે નોંધવામાં આવ્યા ન હતા.

Corona Virus

કેરળના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 22 ઓક્ટોબર સુધી કેરળમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27,765 પર પહોંચી ગયો છે, જેમાં 563 મૃત્યુનો બેકલોગ છે, જે પહેલા થયા હતા પરંતુ હવે તે નોંધવામાં આવ્યા છે. આમાં શુક્રવારે નોંધાયેલા 99 મૃત્યુનો સમાવેશ થાય છે, 14 જૂન 2020 ના રોજ 292 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ પૂરતા દસ્તાવેજોના અભાવને કારણે તે નોંધવામાં આવ્યાં નહોતા. આ સિવાય કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા મુજબ 172 લોકોના મોત થયા છે. આ રીતે શુક્રવારે કેરળમાં કોરોનાથી મૃત્યુઆંક 563 હતો. 21 ઓક્ટોબરે કેરળમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 27,202 હતો.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. કોરોનાના નવા કેસોમાં ઝડપી ઘટાડો થયો છે. હવે કેટલાક રાજ્યો એવા પણ છે જે ધીમે ધીમે કોરોના મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે તેના કારણે નિષ્ણાતો માની રહ્યા છે કે જો ત્રીજી લહેર આવે તો પણ તેના વિનાશક પરિણામો જોવા નહીં મળે. જો કે, હજુ પણ આરોગ્ય નિષ્ણાતો લોકોને તહેવારોની સીઝનમાં સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

English summary
Corona Virus: Corona Virus Rise, 666 deaths after a long time!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X