ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 32 હજાર નવા કેસ, 606ના મોત
ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 32 હજાર નવા કેસ, 606ના મોત
નવી દિલ્હીઃ ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડ-19 સક્રમણના નવા મામલામાં રેકોર્ડતોડ વધારો નોંધાયો છે. 16 જુલાઇ 2020 એટલે કે ગુરુવારે દેશમાં પાછલા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 32,695 નવા કોરોનાના મામલા સામે આવ્યા છે. જ્યારે એક દિવસમાં 606 લોકોના મોત થયાં છે. આની સાથે જ દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીના કુલ પોઝિટિવ મામલા 9,68,876 થઇ ગયાં છે. એટલે કે ભારતમાં હવે કોરોના વાયરસના કુલ મામલા પાછલા કેટલાક દિવસમાં 10 લાખની નજીક પહોચી જશે.

જો રિકવર થનાર દર્દીની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી ઠીક થયેલા દર્દીની સંખ્યા 6,12,815 છે. જ્યારે આ વાયરસ અત્યાર સુધીમાં 24,915 લોકોના મોત થઇ ચૂક્યાં છે. દેશમાં હાલ રિકવરી રેટ 63.25 ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ વધીને 10 ટકા થઇ ગયો છે. એટલે કે જેટલા પણ નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવે તેમાંથી 10 ટકા મામલા પોઝિટિવ નીકળી રહ્યા છે.
દેશમાં અત્યાર સુધી 15 જુલાઇ સુધી 1,27,39,490 સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે. જ્યારે એકલા 15 જુલાઇએ જ 3,26,826 સેમ્પલની તપાસ થઇ ચૂકી છે.
જણાવી દઇએ કે દેશમાં લગભગ દરરોજ કોવિડ-19ના રેકોર્ડ મામલા નોંધાયા છે. 15 જુલાઇની સવાર સુધીમાં તેની પાછલા 24 કલાકમાં ભારતમાં 29,429 નવા કોરોનાના મામલા સામે આવ્યા હતા, જ્યારે 528 લોકોના વાયરસના કારણે મોત થયાં હતાં.












Click it and Unblock the Notifications
