કોરોના વાયરસઃ કેરળમાં 7 લોકો નિરીક્ષણ હેઠળ, AIIMSમાં 20,000 બેડ રેડી
લેટેસ્ટ જાણકારી મુજબ ચીનથી ભારત આવેલા સાત ભારતીયોને કેરળમાં ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ચીનના વુહાનમા શરૂ થયેલો કોરોના વાયરસ હવે ભારતના લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. લેટેસ્ટ જાણકારી મુજબ ચીનથી ભારત આવેલા સાત ભારતીયોને કેરળમાં ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. આ લોકોમાં તાવ, કફ અને ગળામાં તકલીફના લક્ષણ દેખાયા છે. સાતમાંથી બે કોચ્ચિ, ત્રણ ત્રિશૂર, કોઝીકોડ અને પટ્ટનમથિટ્ટામાં છે. આ વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થઈ ચૂક્યા છે. ફ્રાંસમાં પણ આ વાયરસના લક્ષણ બે જણમાં દેખાયા છે.

દુનિયાભરમાં 1300 લોકો સંક્રમિત
કેરળણાં આરોગ્ય અધિકારીઓનુ કહેવુ છે કે કેરળમાં સાત લોકો ઉપરાંત 73 લોકોને મેડીકલ તપાસમાં રાખવામાં આવ્યા છે. આ લોકોને તેમને ઘરમાં જ મેડીકલ સર્વિલાંસમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે બેંગલુરુ, હૈદરાબાદમાં એક-એક અને મુંબઈમાં બે ભારતીયોમાં વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ લોકોમાં વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. જો કે તેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. ચીન અને હૉંગકોંગથી આ મહિને 20,000થી વધુ મુસાફરો પાછા આવી રહ્યા છે. દિલ્લીમાં સ્થિત ઑલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ (એમ્સ)માં આ લોકો માટે આઈસોલેશન વૉર્ડ અને બેડ રેડી રાખવામાં આવ્યા છે. થાઈલેન્ડ, વિયેતનામ, સિંગાપુર, દક્ષિણ કોરિયા, તાઈવાન, નેપાળ, ફ્રાંસ અને અમેરિકામાં અત્યાર સુધી 1300 લોકો આ વાયરસથી ઈનફેક્ટેડ છે.












Click it and Unblock the Notifications
