કોરોનાના રોજ 100થી પણ વધુ કેસ આવ્યા તો અમે તૈયાર, 4 લાખ લોકોને જમાડશે દિલ્લી સરકારઃ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે માહિતી આપી છે કે જો કોરોનાના કેસ બહુ વધી ગયા તો પણ તેનો સામનો કરવા અમે તૈયાર છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે માહિતી આપી છે કે જો કોરોનાના કેસ બહુ વધી ગયા તો પણ તેનો સામનો કરવા અમે તૈયાર છે. કેજરીવાલે જણાવ્યુ કે કોરોના સામે લડવાની તૈયારી વિશે વિશેષજ્ઞોની જે ટીમ બનાવી હતી તેણે રિપોર્ટ આપી દીધો છે. સ્થિતિ ખરાબ થઈ તો શું કરવાનુ છે એ વિશે અમે પ્લાન તૈયાર કરી લીધો છે.

Arvind Kejriwal

કેજરીવાલે કહ્યુ કે આજે આપણે એ સ્થિતિમાં છે કે જો કેસ વધે અને રોજ 100 કેસ આવવા લાગે તો પણ અમે એનો સામનો કરી લઈશુ. જો એનાથી પણ વધુ સ્થિતિ બગડી અને રોજ 500 કે એક હજાર સુધી કેસ આવ્યા તો કેવી રીતે સામનો કરવાનો છે, કઈ ખાનગી હોસ્પિટલોને સહારો લેવાનો છે એના પર તૈયારી કરી લેવામાં આવી છે. દિલ્લીના સીએમે કહ્યુ કે કાલ સુધી દિલ્લીમાં કોરોના વાયરસા 36 કેસ આવ્યા હતા આજે 39 થઈ ગયા છે.

પ્રાર્થના કરો કે સ્થિતિ વધુ ખરાબ ન થાય પરંતુ કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિ માટે આપણે તૈયાર તો રહેવુ જ પડશે માટેઅમે પ્લાન તૈયાર કર્યો છે. કેજરીવાલે જણાવ્યુ કે અત્યાર સુધી દિલ્લી સરકાર 224 રેનબસેરામાં 20,000 લોકોને જમાડી રહી હતી. આજથી સરકાર 325 સ્કૂલોની અંદર લંચ અને ડિનર બંને આપશે અને રેન બસેરાઓમાં પણ ભોજન વધારશે. કાલે (શનિવાર)થી દિલ્લી સરકાર 4 લાખ લોકોને જમાડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X