WHOના ચીફે મુંબઈના ધારાવી મૉડલની પ્રશંસા કરી કહ્યુ - કોરોનાને કંટ્રોલ કરી શકાય છે
વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના અધ્યક્ષ ટેડ્રોસ અડેહનમે એક મહત્વનુ નિવેદન આપીને કહ્યુ કે કોરોના વાયરસના વધતા કેસો છતાં તેને નિયંત્રિત કરવો સંભવ છે.
ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીના આંકડાઓ મુજબ આખી દુનિયામાં 12,625,860 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે જ્યારે 562,820 લોકોના જીવ સંક્રમણના કારણે જઈ ચૂક્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના અધ્યક્ષ ટેડ્રોસ અડેહનમે એક મહત્વનુ નિવેદન આપીને કહ્યુ કે કોરોના વાયરસના વધતા કેસો છતાં તેને નિયંત્રિત કરવો સંભવ છે. તમને જણાવી દઈએ કે ટેડ્રોસ અડેહનમનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે છેલ્લા માત્ર 6 સપ્તાહમાં જ કોરોના વાયરસના કેસો ઝડપથી વધીને ડબલથી પણ વધુ થઈ ગયા છે.

WHOના ચીફ ટેડ્રોસ અડેહનમે પોતાની વાતના પક્ષમાં મુંબઈના ધારાવી વિસ્તારનુ ઉદાહરણ આપ્યુ છે. ટેડ્રોસ અડેહનમે શુક્રવારે જિનિવામાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યુ, 'છેલ્લા છ સપ્તાહમાં કોરોના વાયરસના કેસ બમણાથી પણ વધુ થઈ ગયા છે. જો કે દુનિયાભરના ઘણા ઉદાહરણ છે જેમણે બતાવ્યુ છે કે આ મહામારીનો પ્રકોપ ઝડપથી ફેલાયો છે તેમછતાં પણ તેને નિયંત્રિત કરી શકાય છે.'
ટેડ્રોસ અડેહનમે આગળ કહ્યુ, 'અને આ ઉદાહરણોમાં ઈટલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને ત્યાં સુધી કે મુંબઈના ધારાવી પણ શામેલ છે. ધારાવી તો મુંબઈનો એક એવો વિસ્તાર છે, જે ખૂબ જ ગીચ વસ્તીમાં ફેલાયેલો છે. કમ્યુનિટી એન્ગેજમેન્ટ પર એક મજબૂત ફોકસ અને કોરોના વાયરસને રોકવા અને તેના ટ્રાન્સમિશનની ચેન તોડવા માટે જે બેઝિક વસ્તુઓ છે, જેમ કે - ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઈસોલેટિંગ અને સંક્રમિત લોકોનો સમયે ઈલાજ કરીને ધારાવીમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં આવ્યો છે.'












Click it and Unblock the Notifications
