મહારાષ્ટ્રમાં કોરોનાના મામલા 1 લાખથી વધુ, ભારતમાં આંકડો 3 લાખને પાર
મહારાષ્ટ્રમાં કોરોનાના મામલા 1 લાખથી વધુ, ભારતમાં આંકડો 3 લાખને પાર
નવી દિલ્હીઃ શુક્રવારે કોરોના વાયરસના મામલે બે નિરાશ કરતા સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના દર્દીની સંખ્યા ત્રણ લાખને પાર ચાલી ગઈ છે જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના મામલા એક લાખથી વધુ થઈ ગઈ છે. ભારત દુનિયાનો ચોથો એવો દેશ છે, જેમાં ત્રણ લાખ અથવા તેનાથી વધુ કોરોનાના મામલા સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય છે, જ્યાં એક લાખથી વધુ કેસ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રનો આંકડો દુનિયાના કેટલાય દેશોથી વધુ છે.

મહારાષ્ટ્રમાં 3493 નવા મામલા
મહારાષ્ટ્રમાં શુક્રવારે 3493 નવા પોઝિટિવ મામલા સામે આવ્યા છે, જે બાદ કુલ મામલાની સંખ્યા 1,01,141 થઈ ગઈ છે, રાજ્યમાં કોરોનાથી મરનારાઓની કુલ સંખ્યા 3717 છે. માત્ર મુંબઈમાં જ શુક્રવારે 1372 નવા મામલા સામે આવ્યા છે અને 90ના મોત થયાં છે. મુંબઈમાં કુલ મામલાની સંખ્યા 55357 થઈ ગઈ છે અને અત્યાર સુધી 2042 મોત થયાં છે.

ભારતમાં 3 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાના મામલા 309389 થઈ ગયા છે અને અત્યાર સુધી 8890 મોત થયાં છે. અમેરિકામાં કોરોનાનો કહેર સૌથી વધુ છે. જ્યાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે અમેરિકામાં 1,16,050 મોત થયાં છે, જે દુનિયામાં સૌથી વધુ છે. અમેરિકા બાદ બ્રાઝીલ એવો દેશ છે જ્યાં આઠ લાખથી વધુ કોરોનાના દર્દી મળ્યા છે. રશિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં ત્ણ લાખથી વધુ કોરોનાના મામલા સામે આવી ચૂક્યા છે. સ્પેન, ઈંગ્લેન્ડ, ઈટલી, પેરૂ વેરે એવા દેશ છે જ્યાં કોરોનાના મામલા 2 લાખથી પણ વધુ છે.

આ દેશોની હાલત પણ ગંભીર
જે બાદ ફ્રાંસ, જર્મની, તુર્કી, ચિલી, મેક્સિકો, સાઉદ અરેબિયા, પાકિસ્તાન અને ઈરાન એવા દેશ છે, જ્યાં એક લાખથી વધુ કોરોનાના મામલા સામે આવ્યા છે. કોરોના વાયરસથી મોતની વાત કરીએ તો અમેરિકા બાદ ઈંગ્લેન્ડમાં સૌથી વધુ મોત આ મહામારીમાં થયાં છે. ઈગ્લેન્ડમાં 41,481 લોકો આ વાયરસના સંક્રમણથી જીવ ગુમાવી ચૂક્યા છે. ઈટલીમાં 34,167, બ્રાઝીલમાં 41,058, ફ્રાંસમાં 29346, સ્પેનમાં 27136, મેક્સિકોમાં 15,944, બેલ્જિયમમાં 9664, ઈરાનમાં 8659 લોકોના વાયરસથી મોત થયાં છે.












Click it and Unblock the Notifications
