કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 75 હજારથી વધુ નવા કેસ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75,809 નવા કેસ સામે આવ્યા છે

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસથી જોખમ સતત વધી રહ્યુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 75,809 નવા કેસ સામે આવ્યા છે અને 1133 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં કોવિડ-19 પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 42,80,423 થઈ ગઈ છે જેમાં 8,83,697 સક્રિય કેસ, 33,23,951 રીકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 72,775 મોત શામેલ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર 7 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5,06,50,128 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 10,98, 621 સેમ્પલ સોમવારે ટેસ્ટ કરવામાં આવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનુ કહેવુ છે કે ભારતમાં કોરોના વાયરસથી રિકવર થનાર કેસોની કુલ સંખ્યા 33 લાખથી વધુ થઈ ગઈ છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 77 ટકાને પાર પહોંચી ગયો છે.

તમિલનાડુમાં 5,776 નવા કેસ

તમિલનાડુમાં 5,776 નવા કેસ

હિમાચલ પ્રદેશમાં 245 નવા પૉઝિટીવ કેસ અને 183 રિવકરી નોંધવામાં આવી છે. હવે કુલ કેસોની સંખ્યા 7660 થઈ ગઈ છે જેમાં 2234 સક્રિય કેસ અને 54 મોત શામેલ છે. તમિલનાડુમાં 5,776 નવા કેસ, 5930 ડિસ્ચાર્જ અને 89 મોત નોંધવાાં આવી છે. રાજ્યમાં હવે 51,215 સક્રિય કેસ, 4,10,116 ડિસ્ચાર્જ અને મરનારનો આંકડો 7925 પર છે. મિઝોરમમાં 9 નવા કેસ સામે આવ્યા છે. કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1123 થઈ ગઈ છે જેમાં 732 ડિસ્ચાર્જ અને 391 સક્રિય કેસ શામેલ છે. રાજ્યમાં અત્યાર સુધી આ બિમારીના કારણે કોઈ મોત થયુ નથી.

હરિયાણામાં 2224 નવા કેસ

હરિયાણામાં 2224 નવા કેસ

મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1885 નવા કેસ અને 17 મોત નોંધવામાં આવી છે. હવે રાજ્યમાં 16,961 સક્રિય કેસ, 56,909 રિકવરી અને મરનારની સંખ્યા 1589 પર છે. હરિયાણામાં 2224 નવા કેસ અને 23 મોત થયા છે. કોવિડ-19 કેસોની કુલ સંખ્યા 78,773 થઈ ગઈ છે અને મરનારની સંખ્યા 829 પર છે. પંજાબમાં 2110 નવા કોવિડ-19 કેસ અને 61 મોત નોંધવામાં આવી છે. કુલ કેસોની સંખ્યા 65,583 થઈ ગઈ. મરનારની સંખ્યા વધીને 1923 થઈ ગઈ છે. દિલ્લીમાં 2077 નવા કેસ, 2411 રિકવરી અને 32 મોત નોંધવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કુલ કેસ વધીને 1,93,526 થઈ ગયા છે જેમાં 1,68,384 રિકવરી, 20,543 સક્રિય કેસ અને 4599 મોત શામેલ છે.

બિહારમાં 16,120 સક્રિય કેસ

બિહારમાં 16,120 સક્રિય કેસ

આંધ્ર પ્રદેશમાં 8368 નવા કેસ અને 70 મોત નોંધવામાં આવ્યા છે. હવે અહીં 97,932 સક્રિય કેસ, 4,04,074 રિકવરી અને 4487 મોત સહિત કુલ કેસ 5,06,493 છે. બિહારમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 16,120 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 1,32,145 દર્દી ઠીક થઈ ચૂક્યા છે. રિકવરી ટકા 88.67 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X