મહારાષ્ટ્ર- ગુજરાતે ટેંશન વધાર્યું, દિલ્હીમાં પણ કોરોના દર્દીની સંખ્યા 10 હજારને પાર
મહારાષ્ટ્ર- ગુજરાતે ટેંશન વધાર્યું, દિલ્હીમાં પણ કોરોના દર્દીની સંખ્યા 10 હજારને પાર
કોરોના વાયરસના મામલા દેશમાં સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની સંખ્યા 1 લાખની નજીક હોંચી ગઈ છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીના સૌથી ખરાબ હાલાત છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરાયેલ આંકડાઓ મુજબ દેશણાં કોવિડ-19થી અત્યાર સુધી 96169 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, તથા 3029 લોકોના મોત થયાં છે. જ્યારે 36824 લોકો આ જીવલેણ વાયરસને હરાવવામાં સફળ થયા છે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુમાં ઘણો તેજીથી પગપેસારો કરી રહ્યો છે અને આ ત્રણેય રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ ક્રમશઃ 33053, 11379 અને 10585 થઈ ગઈ છે તથા આ રાજ્યોમાં કુલ 2017 લોકોના મોત થઈ ચૂક્યાં છે.
જ્યારે દિલ્હીમાં કોવિડ-19થી જીવ ગુમાવનારની સંખ્યા 160 થઈ ગઈ છે અને સંક્રમણના મામલા 10,000ને પાર પહોંચીગયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે આપવામાં આવેલી જાણકારી મુજબ 299 નવા મામલા સાથે કુલ સંખ્યા 10054 પર પહોંચી ગઈ છે.
દેશમાં કોરોના સંક્રમણના મામલામાં મહાનગરી ચોથા સ્થાને છે. હાલ વાયરસના સક્રિય મામલા 5409 છે. આ દરમિયાન 283 દર્દી ઠીક થયા છે અને અત્યાર સુધીમા 4485 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. રાજસ્થાનમાં 140 નવા પોઝિટિવ દર્દી સામે આવતાની સાથે જ સંક્રમિતોની સંખ્યા વધીને સોમવારે 5342 થઈ ગઈ છે અને અત્યાર સુદીમાં 133 લોકોના મોત થઈ ચૂક્યાં છે.












Click it and Unblock the Notifications
