Coronavirus: અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરાયા

Coronavirus: અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરાયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શનિવારે રાતે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને એમ્સ હોસ્પિટલે લાવવામાં આવ્યા. ડૉક્ટર્સની ટીમ શાહના સ્વાસ્થ્યની દેખરેખ રાખી રહ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર જણાવવામા આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહને શનિવારે રાત્રે 11 વાગ્યે એમ્સ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા.

amit shah

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત બે ઓગસ્ટે કોરોના વાયરસ પોઝિટિવ થયા હતા. જે બાદ તેમને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. મેદાંતા હોસ્પિટલમાં ઈલાજ બાદ નેગેટિવ રિપોર્ટ આવવા પર તેમને 14 ઓગસ્ટે હોસ્પિટલેથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ 18 ઓગસ્ટે તેમને થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદને પગલે એમ્સમાં ફરી એડમિટ કરવામાં આવ્યા. જે બાદ 31 ઓગ્ટે તેઓ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થઈ ગયા.

હવે શનિવારે રાતે તેમને ફરી એમ્સ હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કોરોના વાયરસને માત આપ્યા બાદ પણ તેઓ શ્વાસ લેવામાં તલકીફનો સામનો કરી રહ્યા છે. એમ્સના સૂત્રોએ કહ્યું કે, થોડા સમય માટે અમિત શાહ હોસ્પિટલમાં જ રહે તો સારું રહેશે, જ્યાં તેમની દેખરેખ અને ઈલાજ થઈ શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X