કોરોના વાયરસ વચ્ચે આગલા મહિને WHOમાં ભારતને મળશે મોટી જવાબદારી
કોરોના વાયરસ મહામારી વચ્ચે જ ભારતને આવતા મહિને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)માં મોટી જવાબદારી સોંપવાની તૈયારી થઈ ચૂકી છે.
કોરોના વાયરસ મહામારી વચ્ચે જ ભારતને આવતા મહિને વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)માં મોટી જવાબદારી સોંપવાની તૈયારી થઈ ચૂકી છે. ઈંગ્લિશ ડેલી હિંદુસ્તાન ટાઈમ્સે રાજનાયક સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે આવતા મહિને યોજાનાર મીટિંગમાં ભારતને ડબ્લ્યુએછઓના એક્ઝિક્યુટીવ બોર્ડમાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારતને આ જવાબદારી એવા સમયમાં આપવામાં આવશે જ્યારે કોવિડ-19 મહામારીાં નિષ્ફળ રહેવા પર સંગઠનની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે.

ગયા વર્ષે આપવામાં આવ્યો હતો ભારતને આ પ્રસ્તાવ
યુનાઈટેડ નેશન્સ(યુએન)ની આરોગ્ય એજન્સી ડબ્લ્યુએચઓને અત્યારે કોવિડ-19 રોકવામાં ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી આ મહામારીના કારણે અલગભગ 19 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 2.6 મિલિયન લોકો આનાથી પ્રભાવિત છે. ઘણા દેશોમાં લૉકડાઉન છે અને આ વર્ષે અત્યાર સુધી એક ટ્રિલિયન ડૉલરથી વધુની અસર અર્થવ્યવસ્થા પર પડી ચૂકી છે. ભારત 22 મેએ પોતાની જવાબદારી સંભાળશે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ અસેમ્બલી કૉન્ફરન્સની પહેલી મીટિંગ બાદ તેને આ જવાબદારી સોંપવામાં આવશે. ભારત આ બોર્ડમાં જાપાનની જગ્યા લેશે જે પોતાનો એક વર્ષનો કાર્યકાળ પૂરો કરી લેશે.
એક્ઝીક્યુટીવ બોર્ડના ચેરમેની જવાબદારી ભારતને આપવામાં આવશે. આ વખત માટે ગયા વર્ષે જ નિર્ણય લેવામાં આવી ચૂક્યો હતો. એ સમયે ડબ્લ્યુએચઓના સાઈથ-ઈસ્ટ એશિયા ગ્રુપે એક સાથે 3 વર્ષના કાર્યકાળ માટે ભારતના નામને પોતાનુ સમર્થન આપ્યુ હતુ. આ ગ્રુપ તરફથઈ ભારતને રીજનલ ગ્રુપ્સના એક વર્ષના કાર્યકાળ માટે પણ નામાંકિત કરવામાં આવ્યુ હતુ. એક્ઝીક્યુટીવ બોર્ડમાં 34 સભ્ય છે અને આના ચેરપર્સનને ડાયરેક્ટર જનરલ ટેડરૉસ એડહાનોમ ગ્રેબેસિયસ સાથે મળીને કામ કરવાનુ રહેશે. આ ઉપરાંત ઈન્ડોનેશિયાની જગ્યાએ ભારતને ડબ્લ્યુએચઓના પ્રોગ્રામ બજેટ અને પ્રશાસનિક કમિટીમાં જગ્યા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
