For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના ખોફ વચ્ચે આવ્યા ચોંકાવનારા સમાચાર, દેશમાં કોન્ડોમના વેચાણમાં ધરખમ વધારો

એક રિપોર્ટ સામે આવ્યો છે કે લૉકડાઉન દરમિયાન કૉન્ડોમનું વેચાણ જોરદાર વધી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે જંગ લડવા માટે ભારત સંપૂર્ણપણે લૉકડાઉન છે. દેશમાં આ જાનલેવા વાયરસથી અત્યાર સુધીમાં 650 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. વળી, 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં ડરનુ વાતાવરણ છે. જરૂરિયાતની વસ્તુઓ લેવા જવા સિવય લોકો ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે કે લૉકડાઉન દરમિયાન કૉન્ડોમનું વેચાણ જોરદાર વધી ગયુ છે. છેલ્લા અમુક અઠવાડિયાથી કૉન્ડોમના વેચાણમમાં 25થી 50 ટકાનો વધારો થયો છે. આમાં 10થી 12 કૉન્ડોમવાળા પેકેટ્સ સૌથી વધુ વેચાઈ રહ્યા છે. દવા વિક્રેતાઓની માનીએ તો પહેલા 3થી 4 કૉન્ડોમવાળા પેકેટ્સ જ સૌથી વધુ વેચાતા હતા. પરંતુ દેશમાં લૉકડાઉન બાદ ગ્રાહક વધુ કૉન્ડોમવાળા પેકેટ્સ ખરીદી રહ્યા છે.

પહેલા નવા વર્ષની શરૂઆતમાં સૌથી વધુ વેચાતા હતા કૉન્ડોમ

પહેલા નવા વર્ષની શરૂઆતમાં સૌથી વધુ વેચાતા હતા કૉન્ડોમ

માહિતી મુજબ હંમેશા નવા વર્ષની શરૂઆતમાં કૉન્ડોમનુ વેચાણ સૌથી વધુ થતુ. પરંતુ કોરોના વાયરસના કારણે દેશમાં લૉકડાઉન થવાથી લકો રેગ્યુલર દવાઓ સાથે કૉન્ડોમ પણ ખરીદી રહ્યા છે. અમુક દવાની દુકાનવાળાઓએ કૉન્ડોમનો સ્ટૉક 25થી 30 ટકા વધારી દીધો છે.

ભારત જ નહિ દુનિયાભરમાં વધી રહ્યુ છે કૉન્ડોમનુ વેચાણ

ભારત જ નહિ દુનિયાભરમાં વધી રહ્યુ છે કૉન્ડોમનુ વેચાણ

વાસ્તવમાં ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સના હવાલાથી એ સમાચાર પણ આવી રહ્યા છે કે માસ્ક અને સેનિટાઈઝર ઉપરાંત હવે દુનિયાના ઘણા દેશોમાં કૉન્ડોમની કમી થઈ ગઈ છે. બ્રિટનની મીડિયા ડેલી વાયર મુજબ બ્રિટનમાં દવાની દુકાનોમાં માસ્ક અને સેનિટાઈઝર બાદ કૉન્ડોમની માંગ વધી ગઈ છે. જાણકારોનુ કહેવુ છે કે કોરોના વાયરસના કારણે લોકો ઘરોમાં રહી રહ્યા છે. તે માસ્ક અને સેનટાઈઝર ઉપરાંત કૉન્ડોમ પણ ખરીદી રહ્યા છે. જેના કારણે માર્કેટમાં કૉન્ડોમની પણ કમી થઈ ગઈ છે.

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 13 મોત

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 13 મોત

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. વળી, કુલ મોતનો આંકડો વધીને 13 પહોંચી ગયો છે. દર્દીઓની વાત કરીએ તો આમાં 602 ભારતીય નાગરિક, 47 વિદેશી નાગરિક છે. 43 દર્દી સાજા થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી પહેલુ મોત, 65 વર્ષના વૃદ્ધે તોડ્યો દમ, સંપર્કમાં આવનાર 4 લોકો પૉઝિટીવઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં કોરોનાથી પહેલુ મોત, 65 વર્ષના વૃદ્ધે તોડ્યો દમ, સંપર્કમાં આવનાર 4 લોકો પૉઝિટીવ

English summary
Coronavirus outbreak: Condom sales increases in India during Lockdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X