દેશભરમાં કોરોના વાયરસના કેસો વધીને થયા 2902, અત્યાર સુધી 68ના મોત

કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યામાં વધારો સતત ચાલુ છે અને દેશમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2902 થઈ ચૂકી છે,

કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યામાં વધારો સતત ચાલુ છે અને દેશમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2902 થઈ ચૂકી છે, આમાં 2650 એક્ટિવ કેસ છે જ્યારે 183 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે અથવા ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 68 લોકોના મોત થઈ ચૂક્યા છે. શનિવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી.

Coronavirus

છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસા 355 કેસો સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે જ્યે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 490 સુધી જઈ પહોંચી છે. છેલ્લા બે દિવસોમાં દિલ્લીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમ સાથે જોડાયેલ કોરોના વાયરસથી સંક્રમિત લગભગ 650 કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં તબલીગી જમાતના 41 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 191 સુદી પહોંચી ગઈ છે.

રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 386 સુધી પહોંચી ગઈ છે. આમાં 259 એ લોકો છે જેમણે જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દિલ્લીમાં કોરોના વાયરસથી 6 લોકોના મોત થયા છે. વળી, આજે યુપીના આગ્રામાં 25 નવા કેસ કોરોના પૉઝિટીવ કેસોની પુષ્ટિ થઈ છે. બીજી તરફ તેલંગાનાના રંગારેડ્ડીમાં કોરોના સંક્રમિત વૃદ્ધ મહિલાનુ શનિવારે મોત થઈ ગયુ.
દુનિયાભરમાં ફેલાઈ ચૂકેલ કોરોના વાયરસે અત્યાર સુધી 59 હજારથી વધુ લોકોના જીવ લઈ લીધા છે અને આનાથી લગભગ 11 લાખ લોકો સંક્રમિત છે. ઈટલીમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 766 મોત થયા છે. આ રીતે ઈટલીમાં અત્યાર સુધી 14461 લોકોના મોત કોરોના વાયરસના સંક્રમણથી થયા છે. અમેરિકામાં કોરોના વાયરસથી 7,402 લોકોના મોત થઈ ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X