For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ, એક દિવસમાં 1,84,372 નવા દર્દી અને 1027 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસે અત્યાર સુધીના પોતાના બધા રેકૉર્ડ તોડી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસે અત્યાર સુધીના પોતાના બધા રેકૉર્ડ તોડી દીધા છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 1,84,372 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1027 લોકોના મોત સંક્રમણના કારણે થયા છે જ્યારે 82,339 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા 1,38,73,825 સુધી પહોંચી ગઈ છે. જો કે આમાંથી 1,23,36,036 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂક્યા છે.

દેશમાં સક્રિય કેસ વધીને 13,65,704 સુધી પહોંચી ગયા

દેશમાં સક્રિય કેસ વધીને 13,65,704 સુધી પહોંચી ગયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને કારણે દેશમાં સક્રિય કેસ વધીને 13,65,704 સુધી પહોંચી ગયા છે. વળી, કોરોના વાયરસ અત્યાર સુધી કુલ 1,72,085 લોકોના જીવ લઈ ચૂક્યો છે. આ દરમિયાન દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી 11,11,79,578 લોકોને કોરોના વાયરસની વેક્સીન પણણ આપવામાં આવી ચૂકી છે.

આજે પીએમ કરશે રાજ્યપાલો સાથે વાત

આજે પીએમ કરશે રાજ્યપાલો સાથે વાત

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની સ્થિતિ પર ચર્ચા માટે આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા દેશના બધા રાજ્યપાલો અને ઉપ રાજ્યપાલોની બેઠક બોલાવી છે. આ પહેલા હાલમાં જ 8 એપ્રિલે પીએમ મોદીએ કોરોના વાયરસ માટે બધા મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવા પર હાલમાં કોઈ વિચાર નથી પરંતુ લોકોએ કોરોના નિયમોનુ કડકપણે પાલન કરવુ પડશે.

દિલ્લીમાં રેકૉર્ડ 13468 નવા કેસ મળ્યા

દિલ્લીમાં રેકૉર્ડ 13468 નવા કેસ મળ્યા

મંગળવારે દેશની રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસે છેલ્લા બધા રેકૉર્ડ તોડી દીધા. દિલ્લામાં એક દિવસમાં કોરોના વાયરસના 13468 નવા કેસ મળ્યા છે જ્યારે 81 લોકોના મોત કોરોના સંક્રમણમના કારણે થયા છે. સીએમ કેજરીવાલે કેન્દ્ર સરકારને સીબીએસઈની પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો પ્રકોપ ચાલુ છે અને મંગળવારે આખા રાજ્યમાં 60,212 નવા દર્દી મળ્યા.

આજે ત્રીજુ 'શાહી સ્નાન', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકીઆજે ત્રીજુ 'શાહી સ્નાન', ભક્તોએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી

English summary
Coronavirus Update: 184372 New Coronavirus cases, active patients are 1365704 now in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X