ભારતમાં લાગી રહી છે કે કોરોના પર બ્રેક, 24 કલાકમાં 3.26 લાખ કેસ અને 3.53 લાખ રિકવરી, 3890ના મોત
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ પર બ્રેક લાગી રહી છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ પર બ્રેક લાગી રહી છે. જ્યાં નવા કેસોના દૈનિક આંકડા 4 લાખને પાર થતા હતા ત્યાં હવે સાડા ત્રણ લાખથી ઓછા આવી રહ્યા છે. દેશમાં હવે રોજ કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા કરતા રિકવરી કરનારની સંખ્યા વધુ થઈ ગઈ છે. શનિવારે(15 મે)ના આંકડા મુજબ ભારતમાં કોવિડ-19ના છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કેસ સામે આવ્યા છે અને 3,53,299 લાખ લોકો રિકવર થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 3890 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 2,66,207 લોકોના મોત થયા છે.

ભારતમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 36,73,802 છે. વળી, કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 2,04,32,898 થઈ ગઈ છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 2,43,72,907 છે. દેશમાં અત્યાર સુધી 18,04,57,579 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. વળી, છેલ્લા 24 કલાકમાં 11,03,625 લોકોને વેક્સીનેટ કરવામાં આવ્યા છે.
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધી (14 મે) 31,30,17,193 લોકોના કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. વળી, એક દિવસમાં શુક્રવારે 16,93,093 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાથી આ રાજ્યો છે સૌથી વધુ પ્રભાવિત
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 39,923 કોવિડ-19ના નવા કેસ સામે આવ્યા છે અને 53,249 લોકો ડિસ્ચાર્જ થયા છે. વળી, 695 લોકોનો મોત 24 કલાકમાં થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 47,07,980 લોકો રિકવર થયા છે અને 79,552 લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 5,19,254 છે. જ્યારે તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31,892 નવા કેસ સામે આવ્યા છે અને 288 લોકોના મોત થયા છે. 20,037 લોકો 24 કલાકમાં રિકવર થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 17,056 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,95,339 સક્રિય કેસોની સંખ્યા છે.
તમિલનાડુમાં 13,18,982 લોકો રિકવર થઈ ગયા છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 41,779 નવા કેસ સામે આવ્યા છે અને 373 લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં 35,879 લોકો રિકવર થયા છે. કર્ણાટકમાં 21,085 લોકોના કોવિડથી અત્યાર સુધી મોત થયા છે. રાજ્યમાં 5,98,605 સક્રિય કેસોની સંખ્યા છે. 15,10,557 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે.












Click it and Unblock the Notifications
