સતત ઘટી રહ્યા છે કોરોનાના દર્દી, છેલ્લા 24 કલાકમાં મળ્યા 5921 કેસ, સક્રિય કેસ ઘટીને થયા 63878
દેશમાં કોરોનાની સ્થિતિ હવે ઘણી હદ સુધી સુધરી ગઈ છે. જાણો લેટેસ્ટ અપડેટ.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાની સ્થિતિ હવે ઘણી હદ સુધી સુધરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 5921 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 289 દર્દીઓએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યા. રાહતની વાત એ છે કે આ સમયમાં 11651 દર્દી રિકવર પણ થયા. એવામાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 63,878 થઈ ગઈ છે. તેમછતાં આરોગ્ય મંત્રાલયે સાવચેતી રાખવાની અપીલ કરી છે.

આરોગ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ હવે રોજનો પૉઝિટિવિટી રેટ 0.63 ટકા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 4,23,78,721 દર્દીઓએ આ વાયરસને મ્હાત આપી છે. જ્યારે 5,14,878 લોકોએ જીવ ગુમાવ્યા છે. વળી, બીજી તરફ મહામારી સામે દેશભરમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલુ છે. જ્યાં અત્યાર સુધી વેક્સીનનો 1,78,55,66,940 ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યો છે.
દિલ્લીમાં શું છે સ્થિતિ?
રાજધાનીમાં પણ સ્થિતિ હવે ઘણી હદ સુધી સુધરી ગઈ છે. જ્યાં શુક્રવારે 302 નવા દર્દી સામે આવ્યા. આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં સંક્રમણનો દર 0.63 ટકા છે. વળી, કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધી 18,61,189 દર્દી આવ્યા છે જેમાંથી 26,134એ જીવ ગુમાવ્યા છે.
ચોથી લહેર પર શું કહી રહ્યા છે નિષ્ણાતો
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફૉર ઈમ્પ્લીમેંટેશન રિસર્ચ ઑન નૉન કમ્યુનિકેબલ ડિસીઝના નિર્દેશક અને કમ્યુનિટી મેડિસિન વિશેષજ્ઞ ડૉ. અરુણ શર્માના જણાવ્યા મુજબ અત્યાર સુધી દેશમાં કોરોનાની ત્રણ લહેરો આવી ચૂકી છે. હવે લોકોના મનમાં ચોથી લહેર વિશે સવાલ ઉઠી રહ્યા છે પરંતુ બે વર્ષમાં બધા દેશોએ કોરોનાના નવા-નવા વેરિઅંટ જોયા છે પરંતુ ચોથી લહેરની ચોક્કસ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. તેમણે આગળ કહ્યુ કે અત્યાર સુધી કોરોનાનુ કોઈ નવુ મ્યુટેશન નથી આવ્યુ. સાથે જ દેશની 80 ટકા વસ્તીનુ રસીકરણ થઈ ગયુ છે. એવામાં લાગી રહ્યુ છે કે ચોથી લહેર વધુ ખતરનાક નહિ હોય.












Click it and Unblock the Notifications
