Coronavirus Update: કોરોના સંક્રમણના કેસોમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8625 નવા કેસ આવ્યા સામે
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8635 નવા કેસ સામે આવ્યા છે.
Coronavirus Update: દેશમાં કોરોના કેસોમાં ઘટાડાનો દોર ચાલુ છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8635 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 94 લોકોના છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસોની વાત કરીએ તો આ સંખ્યા 163353 છે. દેશમાં કોરોના સક્રમણને આવે એક વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના એક કરોડથી વધુ લોકોને પોતાની ચપેટમાં લઈ ચૂક્યો છે. દેશમાં કોરોનાના કુલ સંક્રમિત કેસ અત્યાર સુધીમાં 10766245 આવી ચૂક્યા છે. વળી, કોરોનાથી દેશમાં કુલ 154486 લોકોના મોત થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે 10448406 લોકો કોરોનાથી રિકવર થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે 14 મે 2020 બાદ પહેલી વાર સોમવારે કોરોનાથી સૌથી ઓછા લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમણની વાત કરીએ તો 2 જૂન બાદ સોમવારે કોરોનાથી સંક્રમિત થનારની સંખ્યા સૌથી ઓછી 8635 નોંધવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 13423 લોકો કોરોનાથી રિકવર થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દેશમાં સંક્રમણના દરની વાત કરીએ તો આ 1.5 ટકા રહી ગયો છે જ્યારે 97 ટકા લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનની શરૂઆત સાથે જ અત્યાર સુધી દેશમાં કુલ 39,50,156 લોકોને રસી લાગી ચૂકી છે.












Click it and Unblock the Notifications
