Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: કોરોનાને લઈને ભારત સરકાર એક્શન મોડમાં, 27 ડિસેમ્બરે દેશભરની હૉસ્પિટલોમાં થશે મૉક ડ્રીલ

ચીનમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિને જોતા ભારતમાં પણ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 27 ડિસેમ્બરે દેશભરની હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ થશે.

Coronavirus: કોરોના વાયરસે ચીનમાં મચાવેલા હાહાકાર બાદ વિશ્વભરના દેશોમાં ચિંતા વધી ગઈ છે. ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયુ છે. ભારતમાં કોરોનાની એન્ટ્રી રોકવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈએ એક ટ્વીટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યુ હતુ કે મંગળવારે (27 ડિસેમ્બર) કોરોના સંબંધિત ઈમરજન્સી તૈયારીઓની સમીક્ષા માટે દેશભરની હૉસ્પિટલોમાં એક મૉક ડ્રીલનુ આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ આ ડ્રીલમાં સામેલ થઈ શકે છે.

coronavirus

ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી

સમાચાર એજન્સીએ અગાઉ એક ટ્વિટમાં જણાવ્યુ કે ભારત સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનના મંજૂરી આપી દીધી છે. આ રસી બૂસ્ટર ડોઝ તરીકે આપી શકાય છે. આ રસી સૌથી પહેલા ખાનગી હૉસ્પિટલોમાં શરૂ કરવામાં આવશે. આજથી જ આ રસીને કોવિડ-19 રસીકરણ કાર્યક્રમમાં પણ સામેલ કરવામાં આવશે. સૂત્રોને ટાંકીને એવી પણ માહિતી આપવામાં આવી છે કે નવા વર્ષ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય કોવિડ-19 માટે નવી એડવાઇઝરી જાહેર કરશે.

દેશભરમાં 220 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગુરુવારે કોરોના વાયરસની તૈયારીઓને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. શુક્રવારે આરોગ્ય મંત્રી તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક પણ કરશે. કોરોનાને લઈને સરકારની તૈયારીઓ અંગેના સવાલ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે દેશભરમાં 220 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. તેમણે કહ્યુ કે અમારી સરકારનો ઉદ્દેશ્ય આરોગ્ય સંભાળને સર્વગ્રાહી આરોગ્ય સંભાળમાં પરિવર્તિત કરવાનો છે.

અનુરાગ ઠાકુરે સાધ્યુ કોંગ્રેસ પર નિશાન

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કહ્યુ કે ભારત જોડો યાત્રા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. તેમાં કોણ જોડાઈ રહ્યુ છે તેની અમને પરવા નથી. હવે જો આખી દુનિયામાં ફરી એકવાર કોવિડનુ સંકટ આવ્યુ હોય અને ભારત સરકાર તે માટે પગલાં લઈ રહી હોય તો કોંગ્રેસ પાર્ટી શા માટે તેનો વિરોધ કરી રહી છે? શું કોંગ્રેસ ક્યારેય પ્રજા અને દેશના હિતમાં કોઈ નિર્ણય સ્વીકારશે નહિ? શું ગાંધી પરિવારની જીદ સામે આખો દેશ ઝૂકશે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X