Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 19,740 નવા કોરોના વાયરસ કેસ, 248 લોકોના મોત

કોરોના વાયરસના શનિવારે(9 ઓક્ટોબર) ના રોજ 19 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના શનિવારે(9 ઓક્ટોબર) ના રોજ 19 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ શનિવાર(9 ઓક્ટોબર)ના રોજ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19,740 નવા કેસ સામે આવ્યા છે. વળી, કોરોનાથી 248 લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં કોવિડ-19થી 23,070 દર્દી રિકવર થઈ ગયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 2,36,643 છે. વળી, કોરોનાથી થયેલ કુલ મોતનો આંકડો 4,50,375 છે.

corona

દેશમાં કોરોનાના કુલ સંક્રમણના કેસોની સંખ્યા 3,39,35,309 છે. વળી, કોવિડ-19ની કુલ રિકવરી 3,32,48,291 થઈ છે. દેશમાં કોરોના વેક્સીનનો આંકડો 93,99,15,323(93.99 કરોડ) છે. હાલમાં દેશમાં સૌથી વધુ કોરોના કેસ કેરળથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં એકલા કેરળથી કોરોના વાયરસના 10,944 કેસ સામે આવ્યા છે અને 120 લોકોના મોત થયા છે.

સરકારનો પ્રયાસ તમામ નાગરિકોને વહેલી તકે રસીના બંને ડોઝ પૂરા પાડવાનો છે. તેથી દૈનિક લક્ષ્ય વધારવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત સીરમ ઈનસ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાન કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના 27-28 કરોડ ડોઝ એકલા ઓક્ટોબરમાં દાખલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં આ લક્ષ્ય 90 લાખથી 1 કરોડ ડોઝ દૈનિક આપીને પૂર્ણ કરી શકાય છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહ્યુ છે કે 27-28 કરોડ કોવિડ-19 રસીઓ જે ખરીદવાની છે તેમાં બાયોલોજિકલ ઈ અને ઝાયડસ કેડીલા રસીનો ડોઝ શામેલ નથી. અગાઉ સપ્ટેમ્બરમાં 25 કરોડથી વધુ રસીના ડોઝ ખરીદવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X