કોરોના કેસોમાં હળવી રાહત, 24 કલાકમાં મળ્યા 21257 નવા દર્દી અને 271 લોકોના મોત

દેશમાં ફેસ્ટીવ સિઝન દરમિયાન કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવનો દોર ચાલુ છે. જાણો લેટેસ્ટ આંકડા.

નવી દિલ્લીઃ દેશમાં ફેસ્ટીવ સિઝન દરમિયાન કોરોના વાયરસના કેસોમાં ઉતાર-ચડાવનો દોર ચાલુ છે. છેલ્લા અમુક દિવસોમાં દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ 20 હજારને પાર જતા રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 21257 નવા દર્દી મળ્યા છે. આ આંકડો ગુરુવારના મુકાબલે 5 ટકા ઘટ્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાથી જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા 271 છે કે જે કાલે 318 હતી.

corona

રિકવરી રેટ અને એક્ટિવ કેસનો આંકડો સારો

રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ સતત સારો થઈ રહ્યો છે. દેશમાં અત્યારે કોરોનાનો રિકવરી રેટ લગભગ 97.96 ટકા છે કે જે માર્ચ 2020 બાદનો સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,32,25,221 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. વળી, દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને લાખથી નીચે થઈ ગઈ છે. અત્યારે સક્રિય કેસની સંખ્યા 2,40,221 છે. આ આંકડો છેલ્લા 205 દિવસનો સૌથી સારો આંકડો છે.

24 હજારથી વધુ દર્દી થયા રિકવર

આઈસીએમઆર અનુસાર ગુરુવારે 13,85,706 નમૂનાઓની તપાસ કરવામાં આવી જેમાંથી 21257 સેમ્પલ પૉઝિટિવ જોવા મળ્યા. છેલ્લા 24 કલાકમાં 24963 દર્દી રિકવર થયા છે. વળી, દેશમાં પૉઝિટિવિટી રેટ 1.53ની આસપાસ છે. વળી, સાપ્તાહિક પૉઝિટિવિટી રેટની વાત કરીએ તો તે 1.64ની આસપાસ છે. દેશમાં અત્યાર સુધી 93.17 કરોડ વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. ભારતના લગભગ 71 ટકા એડલ્ટ વસ્તી વેક્સીનનો એક ડોઝ લઈ ચૂકી છે. વળી, 27 ટકા દર્દીઓએ બંને ડોઝ લઈ લીધા છે.

ગુરુવારે મળ્યા હતા કોરોનાના 22 હજારથી વધુ દર્દી

ગુરુવારે દેશમાં કોરોનાના નવા દર્દીઓનો આંકડો 22431 હતો અને 318 દર્દીના મોત થઈ ગયા હતા. વળી, ગુરુવારે સક્રિય દર્દીઓની સંખ્યા 2,44,198 હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X