ફરીથી વધ્યા કોરોના કેસ, છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ દર્દી, 607 લોકોના મોત

ભારતમાં છેલ્લા અમુક દિવસોથી કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો હતો પરંતુ આજે ગુરુવારે(26 ઓગસ્ટ) કોવિડ-19ના દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે.

નવી દિલ્લીઃ ભારતમાં છેલ્લા અમુક દિવસોથી કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો હતો પરંતુ આજે ગુરુવારે(26 ઓગસ્ટ) કોવિડ-19ના દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 46,164 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 607 લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં 34,159 દર્દી કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધી 4,36,365 લોકોના મોત થઈ ચૂક્યા છે.

corona

દેશમાં હાલમાં 3,33,725 કોરોનાના સક્રિય કેસ છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. કોરોનાથી અત્યાર સુધી 3,17,440 લોકો રિકવર થઈ ચૂક્યા છે. કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 3,25,58,530 છે. કોરોના વેક્સીનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 60.38,46,475 વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યો છે. વળી, બુધવારે(25 ઓગસ્ટ) 80,40,407 વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યો છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી.

દેશમાં કોરોના વાયરસના હાલમાં સૌથી વધુ કેસ કેરળથી આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46,164 નવા કેસ સામે આવ્યા છે જેમાંથી કોરોના વાયરસના 31 હજારથી વધુ કેસ કેરળથી આવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 31,445 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને 215 લોકોના કોરોનાથી મોત થયા છે,

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધી કુલ 51,31,29,378 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 17,87,283 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેરળ બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં બુધવારે 5031 નવા કોવિડ કેસ સામે આવ્યા અને 216 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સક્રિય કેસ 50,183 છે. રાજ્યમાં અત્યાર સુધી 1,36,571 લોકોના મોત થઈ ચૂક્યા છે. કુલ રિકવરી સંખ્યા 62,47,414 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X