Coronavirus Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 8503 નવા કેસ, 624 લોકોના થયા મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના કેસોના લેટેસ્ટ આંકડા જાહેર કરી દીધા છે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના કેસોના લેટેસ્ટ આંકડા જાહેર કરી દીધા છે. રિપોર્ટ મુજબ કોવિડ-19ના નવા કેસમાં ગુરુવારના મુકાબલે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી કુલ 8503 નવા કેસ સામે આવ્યા જ્યારે આ દરમિયાન 7678 લોકો રિકવર પણ થયા. દુઃખની વાત એ છે કે મોતનો આંકડો વધ્યો છે. સવારે 8 વાગે અપડેટ કરવામાં આવેલ આંકડા મુજબ 624 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

coronavirus

દેશમાં કુલ સક્રિય કોરોના વાયરસ કેસોની વાત કરીએ તો તેની સંખ્યા 94,943 છે. વળી, અત્યાર સુધી મહામારીથી દેશમાં કુલ 3,46,74,744 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી 4,74,735ના મોત થયા અને 3,41,05,066 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી. કોવિડ-19ના નવા વેરિઅંટ ઓમિક્રૉનની દસ્તક બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો વધુ સાવચેતી રાખી રહી છે. ભારતમાં ઓમિક્રૉનના 25થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

વળી, બીજી તરફ કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ છે. અત્યાર સુધી કુલ 1,31,18,87,257 ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. આમાં પહેલો અને બીજો ડોઝ બંને શામેલ છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસના 55 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 73 દર્દીઓ રિકવર પણ થયા. વળી, હિમાચલ પ્રદેશમાં કોરોનાના 52 નવા દર્દી મળ્યા છે. જેના કારણે સક્રિય કેસોની સંખ્યા 672 થઈ ગઈ છે. કર્ણાટકમાં કોરોનાના 373 નવા કેસ, 4ના મોત અને 292 રિકવર થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X