ધીમી પડી કોરોનાની ગતિ, છેલ્લા 24 કલાકમાં 16,678 નવા કેસ અને 14,629 લોકો રિકવર

કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના ગયા અઠવાડિયે વધેલા કેસો પર સોમવારે બ્રેક લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 678 નવા કેસ નોંધાયા છે. વળી, એક દિવસ દરમિયાન 14 હજાર 629 લોકો કોવિડ -19થી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 26 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના 18 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે, જ્યારે 40થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. જો કે, આજે કોરોનાના કેસ પણ થોડા દિવસોની સરખામણીએ ઓછા આવ્યા છે અને રિકવરી રેટ પણ વધ્યો છે.

ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 1.30 લાખને પાર

ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 1.30 લાખને પાર

હાલમાં ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 1,30,713 છે. મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ મહામારીના 0.30 ટકાનો સમાવેશ થાય છે. એટલે કે ભારતમાં કુલ કોરોના કેસની સંખ્યામાં સક્રિય કેસ 0.30% છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સક્રિય કેસની સંખ્યામાં 3,662નો વધારો નોંધાયો છે. હાલમાં દેશમાં કોરોના રિકવરી રેટ 98.50 ટકા નોંધાયો છે.

શું છે દેશમાં કોરોનાની સ્થિતિ

શું છે દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,36,22,651 થઈ ગઈ છે. વળી, કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 5,25,428 થઈ ગયો છે. કોરોનાના કુલ રિકવરી કેસની સંખ્યા 4,29,83,162 છે. મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક પૉઝિટિવિટી દર 4.22 ટકા નોંધવામાં આવ્યો છે. જ્યારે સાપ્તાહિક પૉઝિટિવિટી દર 4.08 ટકા નોંધવામાં આવ્યો છે.

રસીકરણનો આંકડો 198.88 કરોડને પાર

રસીકરણનો આંકડો 198.88 કરોડને પાર

હાલમાં દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં 198.88 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કુલ રસીકરણનો આંકડો 1,98,88,77,537 છે. છેલ્લા 24 કલાકમાં રસીના 11 લાખ 44 હજાર 145 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 86.68 કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 2,78,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સાપ્તાહિક કોવિડ કેસ વધીને 1.2 લાખ થયા

સાપ્તાહિક કોવિડ કેસ વધીને 1.2 લાખ થયા

ભારતમાં ગયા અઠવાડિયે કોવિડ-19ના 1.2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીના મધ્ય પછીથી આ સૌથી વધુ કેસ છે. છેલ્લા બે અઠવાડિયામાં કેસોમાં માત્ર 8% વધારો થયો છે. જે અગાઉ 14% અને 23% હતો. દિલ્હી-એનસીઆર અને મહારાષ્ટ્રમાં ચેપ સતત ઘટી રહ્યો હતો અને કેરળમાં ઘટવાનુ શરુ થઈ ગયુ હતુ પરંતુ હવે આ રાજ્યોમાં પણ કેસ વધી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X