• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid-19: છેલ્લા 24 કલાકમાં બમણા થયા કોરોના કેસ, એક દિવસમાં 2 હજારથી વધુ કેસ, 40 મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે(20 એપ્રિલે) કહ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2067 નવા કેસ સામે આવ્યા છે. મંગળવાર(19 એપ્રિલ) એક દિવસ પહેલા નોંધવામાં આવેલ સંક્રમણોની સંખ્યા કરતા આજના દૈનિક આંકડા બમણા છે અને 66 ટકા વધુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે 1247 કેસ અને 1 મોત થયા હતા. વળી, બુધવારના આંકડાઓ મુજબ 2067 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોના કોવિડ-19થી મોત થયા છે. આ દરમિયાન 1547 લોકો કોરોનાથી રિકવર થયા છે.

દેશમાં સક્રિય કેસોની સંખ્યા 12,340

દેશમાં સક્રિય કેસોની સંખ્યા 12,340

છેલ્લા 24 કલાકમાં કોરોના સક્રિય કેસોના 480 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ ઈડીમાં કોવિડ-19 એક્ટિવ કેસોની કુલ સંખ્યા 12,340 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોનાના કુલ સંક્રમણ કેસોની સંખ્યા 4,30,47,594 છે. દેશમાં કોરોનાના અત્યાર સુધી 4,25,13,248 લોકોની રિકવરી થઈ છે. વળી, કોવિડ-19થી કુલ જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 5 લાખ 22 હજાર 006 છે. દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 1,86,90,56,607 છે.

આ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસ

આ રાજ્યોમાં વધી રહ્યા છે કોરોના કેસ

અમુક રાજ્યોમાં કોવિડ-19 કેસોમાં વધારો જોવા મળ્યો છે ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવાર(19 એપ્રિલ)ના રોજ ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્લી સહિત ચાર રાજ્યોને નિર્દેશ આપ્યા કે તે વિશેષ રીતે કોવિડ-19 યોગ્ય વ્યવહારનુ પાલન લાગુ કરે. ભીડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા પર જોર આપે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ રાજ્યોમાં કડક નિરીક્ષણ જાળવી રાખવા અને સંક્રમણના કોઈ પણ ઉભરતા પ્રસારને નિયંત્રિત કરવા માટે કહ્યુ છે.

દિલ્લીમાં વધી રહ્યા છે કોરોના કેસ

દિલ્લીમાં વધી રહ્યા છે કોરોના કેસ

આ દરમિયાન દિલ્લીમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દિલ્લી કુદરતી આફત પ્રાધિકરણ(ડીડીએમએ) બુધવારે વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરશે અને સાર્વજનિક સ્થળોએ ફેસ માસ્ક ન પહેરનાર પર દંડવાળો નિયમ ફરીથી ચાલુ થઈ શકે છે. દિલ્લીમાં સોમવારના 7.72 ટકાથી 4.42 ટકા સુધી પૉઝિટિવીટી દરમાં સામાન્ય ઘટાડા સાથે 632 લેટેસ્ટ કોવિડ કેસ નોંધવામાં આવ્યા જ્યારે મહારાષ્ટ્રમાં 137 કોવિડ-19 કેસ અને ત્રણ મોત નોંધવામાં આવ્યા છે.

English summary
Coronavirus Updates: India logs 2067 fresh Covid19 cases, 66% higher than yesterday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X