કોરોના કેસોમાં ઘટાડો, 24 કલાકમાં મળ્યા 2202 દર્દી અને 27 લોકોના મોત
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સોમવાર(16 મે)ના રોજ ઘટાડો જોવા મળ્યો છે. જાણો કોરોના અપડેટ...
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સોમવાર(16 મે)ના રોજ ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારે અપડેટ કરેલા આંકડાઓ મુજબ એક દિવસમાં 2202 નવા કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 17 લોકોના મોત થયા છે. દેશમાં આ દરમિયાન એક દિવસમાં 2550 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂકયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 17 હજાર 317 છે. આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.04 ટકા શામેલ છે.

દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 0.61 ટકા
વળી, કોરોનાથી થયેલ કુલ મોતનો આંકડો 5,24,241 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કુલ રિકવરી અત્યાર સુદી 4,25,82,243 છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.22 ટકા છે. આરોગ્ય મંત્રાલયને જોર આપીને કહ્યુ છે કે 70 ટકાથી વધુ મોત બીજા રોગોના કારણે થયા છે. આરોગ્ય મંત્રાલય મુજબ દૈનિક પૉઝિટિવિટી દર 0.61 ટાક અને સાપ્તાહિક પૉઝિટિવિટી દર 0.62 ટકા નોંધવામાં આવ્યો.

ભારતમાં કોરોના રિકવરી રેટ વધીને થયો 98.74%
દેશમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે. દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 1,91,37,34,314 રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાનો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો. ભારતમાં કોરોનાનો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો. 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઑક્ટોબરે 70 લાખ, 29 ઑક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડ. દેશે 4 મે 2021ના રોજ બે કરોડ અને ગયા વર્ષે 23 જૂને ત્રણ કરોડનો આંકડો પાર કર્યો હતો.

દિલ્લીમાં એક દિવસમાં 613 કોરોના કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 613 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 784 લોકોને રજા આપવામાં આવી હતી અને 3 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 3,762 છે. વળી, કુલ પોઝિટિવ કેસ 4.97% છે.












Click it and Unblock the Notifications
