કોરોના વેક્સીનેશન રાઉન્ડ 2: 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે પ્રાથમિકતા, ફ્રીમાં નહિ મળે રસી

કોરોના રસીકરણ અભિયાન રાઉન્ડ 1માં હેલ્થકેર વર્કર્સ અને ફ્રંટલાઈન વૉરિયર્સને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે.

Coronavirus vaccination Next phase (Round 2): ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયેલ કોરોના વેક્સીનેશનનુ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે. કોરોના રસીકરણ અભિયાન રાઉન્ડ 1માં હેલ્થકેર વર્કર્સ અને ફ્રંટલાઈન વૉરિયર્સને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. દેશમાં કુલ 1,10,85,173 લોકોને કોરોના વાયરસની વેક્સીન લગાવવામાં આવી છે. સરકાર હવે કોરોના વેક્સીનેશન રાઉન્ડ 2ની તૈયારી શરૂ કરી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ મુજબ કોરોના વેક્સીનેશનના આગલા ફેઝની શરૂઆત માર્ચ 2021થી થશે. કોવિડ-19 સામે રસીકરણના આગલા તબક્કામાં 50 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લગભગ 27 કરોડ લોકોમાં કોરોના વેક્સીન લગાવવામાં આવશે. કોરોના લેક્સીનથી સેકન્ડ રાઉન્ડમાં રસી બધાને મફતમાં નહિ મળે.

covid

રિપોર્ટ મુજબ 50 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને જેમને કોવિડ-19 વેક્સીન લગાવવામાં આવશે એ લાભાર્થીઓને બે સમૂહમાં વિભાજિત કરવામાં આવશે. એક સમૂહ જેને મફતમાં વેક્સીન મળશે. બીજો સમૂહ જેને વેક્સીન માટે સરકારને ચૂકવણી કરવાની રહેશે. આ સમૂહોનુ રસીકરણ આવતા મહિનાની શરૂઆતમાં શરૂ થશે અને 60 વર્ષની વયથી વધુવાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.

વરિષ્ઠ અધિકારીઓએ કહ્યુ કે સરકારે એ પણ નક્કી કર્યુ છે કે રસીકરણના બીજા તબક્કામાં લાભાર્થી પોતાના શૉટ્સ માટે અલગ અલગ સ્થિતિ સંભાળી શકે છે કે નહિ. એક મોટા અધિકારી સૂત્રના જણાવ્યા મુજબ આ વખતે સરકાર વેક્સીન ડોઝ આપતા પહેલા લાભાર્થીઓને બે સમૂહમાં વિભાજિત કરશે. સરકાર એ જણાવશે કે કયા સમૂહના મફતમાં વેક્સીન મળશે અને કોણે ચૂકવણી કરવાની રહેશે. જો કે લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરતી વખતે એ ખબર હશે તેમને ફ્રીમાં વેક્સીન મળવાની છે કે નહિ. રજિસ્ટ્રેશન સમયે લાભાર્થીઓેને જણાવી દેવામાં આવશે કે તે મફત વેક્સીન ડોઝના પાત્ર છે કે નહિ.

સૂત્રો મુજબ હજુ સરકારે આ વિશે કોઈ અંતિમ માહિતી આપી નથી. કોને રસી મફતામાં મળશે અને કોણે ચૂકણવણી કરવાની રહેશે તે વિશે જલ્દી માહિતી શેર કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણના પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે આરોગ્યકર્મીઓ અને ફ્રંટલાઈન વૉરિયર્સને વેક્સીન આપવાનો પૂરો ખર્ચ ઉઠાવ્યો હતો. અધિકારીઓએ કહ્યુ કે રસીકરણના આગલા તબક્કો માર્ચના પહેલા સપ્તાહમાં શરૂ થશે. તેમણે કહ્યુ કે સરકાર માટે આ વખતે પ્રાથમિકતા સમૂહ 60 અને 50 વર્ષવાળા લોકો છે. તે જ પહેલા રજિસ્ટ્રેશન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X