PM મોદીના બર્થડે પર બન્યો વેક્સીનેશનનો રેકૉર્ડ, અઢી કરોડ લોકોને મૂકાઈ રસી
કોરોના રસીકરણ શરૂ થયા બાદ શુક્રવારે દેશમાં સૌથી વધુ લોકોને રસી લગાવવામાં આવી છે.
નવી દિલ્લીઃ કોરોના રસીકરણ શરૂ થયા બાદ શુક્રવારે દેશમાં સૌથી વધુ લોકોને રસી લગાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે વિશેષ રસીકરણ અભિયાન હેઠળ લગભગ અઢી કરોડ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે કે જે એક રેકૉર્ડ છે. કોવિન પર આપવામાં આવેલા ડેટા મુજબ રાતે 12 વાગ્યા સુધી દેશભરમાં કુલ 2.50 કરોડ ડોઝ લગાવવામાં આવ્યો છે. સરકારે પીએમ મોદીના જન્મદિવસના પ્રસંગે સવા બે કરોડ રસી લગાવવાનુ લક્ષ્ય રાખ્યુ હતુ જેનાથી વધુ રસી મૂકાઈ છે.

દુનિયામાં ચીનના નામે એક દિવસમાં સૌથી વધુ 2.47 કરોડ કોરોના વેક્સીન ડોઝ આપવાનો રેકૉર્ડ હતો જે હવે ભારતે તોડીને પોતાના નામે કરી દીધો છે. દેશમાં આજે બે કરોડથાી વધુ ડોઝ પહેલી વાર આપવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ વાર એક કરોડથી વધુ રસી મૂકાઈ છે. દેશમાં છ ડિસેમ્બર, 31 ઓગસ્ટના રોજ એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આજે બે કરોડથી વધુ રસી મૂકાઈ છે.
રસીકરણ અભિયાન હેઠળ આજે બપોરે એક વાગીને 30 મિનિટ સુધી દેશમાં એક કરોડ રસી આપવામાં આવી ચૂકી હતી. ત્યારબાદ પાંચ વાગ્યા સુધી આ આંકડો બે કરોડને પાર કરી ગયો. પછી 12 વાગ્યા સુધી અઢી કરોડ ડોઝ લાગ્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે દેશે અત્યાર સુધી સૌથી વધુ એક કરોડ ડોઝ આપવાનો આંકડો પાર કર્યો છે. મને વિશ્વાસ છે કે આજે આપણે સહુ રસીકરણનો નવો કીર્તિમાન બનાવીને પ્રધાનમંત્રીજીને ઉપહાર આપીશુ.
16 જાન્યુઆરીએ થઈ હતી રસીકરણની શરૂઆત
દેશમાં રસીકરણ અભિયાનને આઠ મહિના થઈ ગયા છે. દેશમાં 16 જાન્યુઆરીએ એંટી કોવિડ વેક્સીનેશન પ્રોગ્રામની શરૂઆત થઈહતી. 1 મેના રોજ 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને વેક્સીન લગાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ રસીકરણના 10 કરોડના આંકડા સુધી પહોંચવામાં 85 દિવસ લાગ્યા. આગલા 45 દિવસમાં 20 કરોડ, ત્યારબાદ 29 દિવસ પછી 30 કરોડના આંકડા સુધી દેશ પહોંચ્યો. 30 કરોડથી 40 કરોડ સુધી પહોંચવામાં 24 દિવસ લાગ્યા અને ત્યારબાદ 20 દિવસ પછી છ ઓગસ્ટે 50 કરોડના આંકડા પર પહોંચી ગયા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ 13 સપ્ટેમ્બરે દેશને રસીકરણના 75 કરોડના આંકડાને પાર કરી લીધો. દેશમાં અત્યાર સુધી કુલ 78.68 કરોડ રસી લગાવવામાં આવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
