For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus Vaccine In India: આજથી ભારતમાં વેક્સીનની મૉક ડ્રિલ, આ 4 રાજ્યોથી થશે શરૂઆત

આજથી ભારતમાં વેક્સનની 48 કલાક મોટી મૉક ડ્રિલ અને ડ્રાય રન શરૂ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

Coronavirus Vaccine In India Update: ભારતમાં કોરોના વાયરસ વેક્સીન લોકો સુધી પહોંચાડવા માટે સરકાર આજે(28 ડિસેમ્બર)થી મેગા પ્લાન બનાવવામાં લાગી ગઈ છે. ભારત દુનિયાનમાં સૌથી મોટા રસીકરણ અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યુ છે. આજથી ભારતમાં વેક્સનની 48 કલાક મોટી મૉક ડ્રિલ અને ડ્રાય રન શરૂ થઈ રહી છે. એટલે કે 28 અને 29 ડિસેમ્બરના રોજ રસીકરણનો ડમી અભ્યાસ પણ થશે. કેન્દ્ર સરકાર સૌથી પહેલા પંજાબ, અસમ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં ડ્રાય રન ચલાવશે. જેમાં વેક્સીન પ્રોગ્રામ લૉન્ચ કરવાની આખી પ્રક્રિયાને બારીકાઈથી પરખવામાં આવશે.

covaxin

જાણો ડ્રાઈ રન કેવી રીતે કરવામાં આવશે?

પંજાબ, અસમ, આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં કોરોના વેક્સીન માટે કરવામાં આવેલી તૈયારીઓનુ નિરીક્ષણ સૌથી પહેલા બે દિવસીય ડ્રાય રનથી કરવામાં આવશે. આ ચારે રાજ્યોના બે જિલ્લામાં પાંચ જગ્યાએ આ ડ્રાય રનનુ આયોજન થશે. આનો ઉદ્દેશ વેક્સિનેશથી પહેલા બધી તૈયારીઓનુ નિરીક્ષણ કરવાનો છે. જેથી જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો તેને પૂરી કરી શકાય. આ સાથે જ રસીકરણ અભિયાન રાજ્યમાં કેવી રીતે ઈમ્પ્લીમેન્ટ કરવાની છે તેનુ પણ પ્લાનિંગ કરવામાં આવશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ડ્રાય રનમાં કોવિડ-10 વેક્સીન માટે કોલ્ડ સ્ટોરેજ, અવરજવરની વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટંસીંગ જેવા મહત્વના મુદ્દાઓ પર ફોકસ કરવાનુ છે. વળી, પાંચ સેશનવાળી જગ્યાઓમાંથી દરેક ડ્રાય રન માટે 25 હેલ્થકેર વર્કર્સને પસંદ કરવામાં આવ્યા છે. ડ્રાય રન સેશન સાઈટ પર આ હેલ્થકેર વર્કર્સ ડિટેલ્સ હાજર રહેશે.

જાણો કેવી રીતે કરવામાં આવશે મૉક ડ્રિલ

મૉક ડ્રિલનો સીધો અર્થ એ થાય છે કે બધુ એવી રીતે કરવાનુ છે જેમ રસીકરણ વખતે થશે. માત્ર વેક્સીન નહિ આપવામાં આવે. પરંતુ તેને કેવી રીતે આપવાની છે તે પૂરુ કરીને જોવામાં આવશે. સૌથી પહેલા આના માટે સરકાર દ્વારા જારી Co-WIN (www.Uat.co-vin.in) એપ ટેસ્ટ કરવાની રહેશે અને હેલ્થ કેર વર્કર્સનો ડેટા અપલોડ કરવાનો રહેશે. વેક્સીનેશન સાઈટ પર વેક્સીન લાવવી અને લૉજિસ્ટીક ચેક કરવુ પણ આનો એક ભાગ હશે. સેશન સાઈટ પર વેક્સિનેશન કરવુ અને Co Win એપમાં રિપોર્ટ કરવાનુ રહેશે.

6 રાજ્યોમાં પડશે હાડ ધ્રૂજાવતી ઠંડી, IMDએ જારી કરી એડવાઈઝરી6 રાજ્યોમાં પડશે હાડ ધ્રૂજાવતી ઠંડી, IMDએ જારી કરી એડવાઈઝરી

English summary
Coronavirus Vaccine in India update: Dry run for vaccination in four states to start today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X