સીરમ ઈન્સ્ટીટ્યુટની કોરોના વેક્સીનને આજે મળી શકે છે ઈમરજન્સી ઉપયોગની મંજૂરીઃ સૂત્ર
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(Serum Institute Of India)ની કોરોના વેક્સીન કોવિશીલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પર આજે નિર્ણય લેવામાં આવશે.
Coronavirus vaccine update: સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા(Serum Institute Of India)ની કોરોના વેક્સીન કોવિશીલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પર આજે નિર્ણય લેવામાં આવશે. વિષય વિશેષજ્ઞ સમિતિ(SEC)સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની અરજી પર વિચાર કરવા માટે બેઠક કરી રહી છે જેમાં મંજૂરી માટે નિર્ણય થશે. સીઈસી સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યુ છે કે બ્રિટને ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનની કોરોના વાયરસ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટે ઑક્સફૉર્ડ સાથે જ કરાર કર્યો છે. એવામાં ભારતમાં પણ હવે તેને મંજૂરી મળવાની આશા છે.

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ હાલમાં જ સરકારથી ઑક્સફૉર્ડની કોરોના વેક્સીનની ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી. આજે ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાની વિષય વિશેષજ્ઞ સમિતિ(SEC) તરફથી કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની અરજી પર બેઠકમાં વેક્સીનો રિવ્યુ થશે. વિષય વિશેષજ્ઞ સમિતિ કોરોના વેક્સીનનો ડેટા રિવ્યુ કર્યા બાદ પોતાની ભલામણ કરશે. સમિતિ તરફથી આ ભલામણ ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા(ડીસીજીઆઈ)ને કરવામાં આવશે. જેના આધારે તે પોતાનો નિર્ણય કરશે.












Click it and Unblock the Notifications
