ભારતમાં 'કોવેક્સીન'ની કમી કેમ થઈ રહી છે? સરકારી વેક્સીન પેનલના પ્રમુખે જણાવ્યુ કારણ

ભારતમાં કોવિડ-19 વેક્સીનની કોવેક્સીનની કમીની વાત સામે આવી રહી છે. જાણો તેનુ કારણ.

નવી દિલ્લીઃ ભારત સરકાર બધા વયસ્કોને કોરોના વાયરસ વેક્સીનેટનુ લક્ષ્ય જલ્દીમાં જલ્દી પૂરુ કરવા માંગે છે. આ દરમિયાન ભારતમાં કોવિડ-19 વેક્સીનની કોવેક્સીનની કમીની વાત સામે આવી રહી છે. ભારત બાયોટેકની કોવેક્સીનના પુરવઠાને લઈને સરકારી વેક્સીન પેનલના પ્રમુખ અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય એનકે અરોરાએ કહ્યુ છે કે ભારત બાયોટેકના કોવેક્સીનનો પુરવઠો ધીમે કરી દેવામાં આવ્યો છે કારણકે બેંગલુરુમાં કંપનીના નવા પ્લાન્ટ પહેલા અમુક બેચમાં ક્વૉલિટી (ગુણવત્તા)ની મુશ્કેલી હતી.

coronavirus

એનકે અરોરાએ સ્વીકાર્યુ કે સરકારને એ વાતની આશા હતી કે કોવેક્સીનના ઉત્પાદનમાં ઝડપથી વધારો થશે પરંતુ કંપનીના વિશ્વ સ્તરના સૌથી મોટા પ્લાન્ટમાં ક્વૉલિટીને લઈને અમુક મુશ્કેલીઓ થઈ છે જેના માટે વેક્સીનેશનની આશાઓને ઝટકો લાગ્યો છે. એનકે અરોરાએ એનડીટીવી સાથે વાત કરીને કહ્યુ કે, 'વેક્સીન નિર્માણ લગભગ એક રૉકેટ સાયન્સની જેમ છે. અમે કોવેક્સીનના ઉત્પાદનમાં બહુ ઝડપથી વૃદ્ધિની આશા વ્યક્ત કરી રહ્યા હતા. માટે અમે બેંગલુરુમાં એક નવો પ્લાન્ટ શરૂ કર્યો છે.

આ ઉપરાંત ત્રણ નવા સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ પણ આમાં લાગેલા છે, જે કુલ ઉત્પાદનને વધારવા માટે મળીને કામ કરી રહ્યા છે. માટે આપણે ભારત બાયોટેકથી 10થી 12 કરોડ રસીના ડોઝની આશા કરી રહ્યા છે.' એનકે અરોરાએ કહ્યુ કે બેંગલુરુ પ્લાન્ટ ગ્લોબલી સૌથી મોટા વેક્સીન નિર્માણ પ્લાન્ટમાંનો એક હતો. પરંતુ શરૂઆતની અમુક બેચ અમારી ગુણવત્તા પર ખરા નહોતા ઉતર્યા. તે બેચ યોગ્ય ગુણવત્તાના નહોતા. જો કે હવે ત્રીજી અને ચોથી બેચ પણ આવી ગઈ છે. માટે અમને પૂરી આશા છે કે આવતા ચાર સપ્તાહમાં ભારત બાયોટેકતી વેક્સીનનુ ઉત્પાદનમાં વાસ્તવમાં વધી જશે.

આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ 3 ઓગસ્ટે ભારતમાં છેલ્લા 24 કલકામાં કોરોના વાયરસના 30,549 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 38,887 લોકો કોવિડ-19થી રિકવર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 422 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4,04,958 છે. વળી, દેશમાં મહામારીથી અત્યાર સુધી 4,25,195 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં હવે કુલ 3,08,96,354 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 3,17,26,507 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X