For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: જાસૂસીકાંડમાં જાણીતા પત્રકારોની પણ સંડોવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: પેટ્રોલિયમ મંત્રાલય હોય કે નાણા મંત્રાલય અથવા તો ટેલીકોમ મંત્રાલય. બની શકે છે કે અન્ય મંત્રાલય પણ હોય. આ મંત્રાલયોમાં જાસૂસીની જાળ બિછાવવામાં આવી. આ મામલામાં જ્યારે દિલ્હી ક્રાઇમ બ્રાંચ સફાળી જાગી તો એક પછી એક તાર ખુલતા ગયા અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી. જોકે પિક્ચર હજી બાકી છે...કેમકે જાસૂસી કાંડમાં હજી ઘણા દિગ્ગજો ફસવાના છે.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ વનઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ જાસૂસી કાંડમાં ઘણા પત્રકાર, વચેટીયાઓ, લોબિસ્ટ, બાહુબલિ અને ઘણા બધા રૂપિયા લાગેલા છે. આ લોકો કેવી રીતે કામ કરતા હતા તે વાતનો ખુલાસો પણ અધિકારીએ કર્યો.

કોર્પોરેટ અને મંત્રાલયની વચ્ચે સંપર્ક
પોલીસ અધિકારી અનુસાર કોર્પોરેટ કંપનીઓ પોતાના મિડલ મેન એટલે કે વચેટીયાઓના માધ્યમથી મંત્રાલયના અધિકારીઓની આગળ ચારો નાખે છે. જે અધિકારી લાંચખાઉ બની ગયો તો તે સરકાર માટે ઓછું પણ કોર્પોરેટ કંપનીઓ માટે વધારે કામ કરે છે.

parliament
પત્રકારોની ભૂમિકા
ગુપ્ત વિભાકના એક અધિકારીએ વનઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે કેટલાંક પત્રકારોએ એનર્જી કન્સલ્ટન્સી ફર્મ ખોલી છે. આ વ્યવસાયમાં ફાયદો પણ ઘણો છે, કારણ કે એક તરફ કોર્પોરેટ ક્લાઇંટ જ્યાંથી રૂપિયા આવે છે તો બીજી તરફ કોર્પોરેટ ક્લાઇંટ જ્યાંથી રૂપિયા આવે છે તો બીજી તરફથી મંત્રાલય, જ્યાંથી રૂપિયા બનાવી ચૂક્યા છે.

તેઓ પત્રકાર જેઓ વર્ષોથી આ મંત્રાલયોમાં પોતાના સંપર્ક સૂત્ર બનાવી ચૂક્યા છે, તેઓ પેટ્રોલિયમ મંત્રાલય બીટને વર્ષોથી સંભાળતા આવ્યા છે, હવે પોતાના પોર્ટલ ખોલી ચલાવી રહ્યા છે. પોર્ટલથી કોઇ કમાણી નથી થઇ રહી, પરંતુ તે છતાં તેમની પાસે ઘણો રૂપિયો છે.

દેખાવા માટે ચાલે છે ન્યૂઝ પોર્ટલ
ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે આ તે પત્રકાર છે, જે માત્ર એટલા માટે ન્યૂઝ પોર્ટલ ચલાવી રહ્યા છે, જેથી તેમને મંત્રાલયમાં એન્ટ્રી મળી શકે. કારણ કે તેઓ માન્યતા પ્રાપ્ત પત્રકાર છે, જેથી તેમની પાસે મંત્રાલયોમાં પ્રવેશવા માટેનો પાસ પણ હોય છે.

આ એવા પત્રકાર છે, જે પ્રેસ કાર્ડ મેળવ્યા બાદ માત્ર દેખાવા માટે ન્યૂઝ પોર્ટલ ચલાવી રહ્યા છે. આ ન્યૂઝ પોર્ટલો પર પ્રેસ રિલીઝ ઉપરાંત કંઇ નથી છપાતું. રીડરશિપ પણ વધારે નથી. આ પત્રકાર મંત્રાલયોના અધિકારીઓને પોતાના જાળમાં ફંસાવીને મહત્વપૂર્ણ દસ્તાવેજ મેળવે છે અને તેને કોર્પોરેટ કંપનીઓ સુધી પહોંચાડે છે.

લેખક- વિક્કી નાંજપ્પા

English summary
Lobbyists, journalists, corporates, money and muscle power- The corporate espionage case has all the makings of a pot boiler. As the number of arrests went up to 12, the Delhi police is unearthing several more details about this case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X