For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલ્યાને જલ્દી ભારત લાવશે મોદી સરકાર, ચૂંટણી પહેલા રાજકીય સંદેશ

ભારત સરકાર માત્ર માલ્યાને નહિ પરંતુ નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ ભારત પાછા લાવવાની દિશામાં સતત કામ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ ફરીથી એકવાર ભાજપનો ચૂંટણી મુદ્દો બનશે. ભારત સરકાર માત્ર માલ્યાને નહિ પરંતુ નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ ભારત પાછા લાવવાની દિશામાં સતત કામ કરી રહી છે. જો આમ થયુ તો લિકર કિંગ વિજય માલ્યાને વહેલામાં વહેલી તકે ભારત પાછો લાવી શકાશે કે જે નિશ્ચિત રૂપે 2019 ની લોકસભા ચૂંટણી પહેલા એક રાજકીય સંદેશ આપવાનું કામ કરશે.

માલ્યાને જલ્દી ભારત પાછો લાવવામાં આવી શકે છે

માલ્યાને જલ્દી ભારત પાછો લાવવામાં આવી શકે છે

ઉચ્ચ સૂત્રોએ વન ઈન્ડિયાને જણાવ્યુ કે આ દિશામાં નિર્ણય ત્યારે જ થઈ ગયો હતો જ્યારે 18 એપ્રિલ, 2018 ના રોજ પીએમ મોદીએ યુકેના પીએમ ટેરેસા સાથે મુલાકાત કરી હતી. આ મામલે બધી કાયદાકીય ઔપચારિકતાઓ અંતિમ છોર પર છે. સૂત્રોએ જણાવ્યુ કે માલ્યાને સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ગમે ત્યારે પાછો લાવવામાં આવી શકે છે. સરકાર માલ્યા પાસેથી પૈસા પાછા કઢાવવાની કોશિશમા લાગેલી છે. માલ્યા પણ આ અંગે કોર્ટમાં ગયો. માલ્યાએ એ પણ નિવેદન આપ્યુ હતુ કે, "યુબીએચએલ અને તેણે 22 જૂનના રોજ કર્ણાટક ઉચ્ચ ન્યાયાલય સમક્ષ એક યાચિકા દાખલ કરી હતી જેમાં લગભગ 13,900 કરોડની સંપત્તિ હાલમાં છે." માલ્યાને ધરપકડનો ડર હતો અને આના કારણે તેણે પૈસા પાછા આપવાની વાત કરી. હવે આ મામલે કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર પણ નજર

નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર પણ નજર

સૂત્રોએ જણાવ્યુ કે ભાગેડુ હીરા વેપારી નિરવ મોદી અને મેહુલ ચોક્સી પર પણ દબાણ કરવામાં આવી રહ્યુ છે કે તે આત્મસમર્પણ કરી દે. સીબીઆઈએ આ મામલે ઈન્ટરપોલથી નિરવ મોદી સામે રેડ કોર્નર જારી કરવાનો પણ અનુરોધ કર્યો છે. સીબીઆઈએ ઈન્ટરપોલને જવાબ પણ આપ્યો છે જેમાં ભારતીય એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની તારીખો અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. બધા પ્રકારના સ્પષ્ટીકરણ ઈન્ટરપોલને આપવામાં આવ્યા છે જેથી ભાગેડુ નિરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ જારી કરી શકાય.

2019 ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશારથી ઉઠાવાશે

2019 ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશારથી ઉઠાવાશે

સૂત્રોએ કહ્યુ કે નવા કાયદા અનુસાર નિરવ મોદીને ભાગેડુ જાહેર કર્યા બાદ સરકાર ઈન્ટરપોલને પણ સૂચિત કરી દેશે. એક વાર વિશેષ અદાલતમાં અરજી બાદ હીરા વેપારી પાસે 90 દિવસનો સમય રહેશે. ત્યારબાદ એક નોટિસ આપીને નિરવ મોદીને તપાસમાં સહયોગ આપવા માટે કહેવામાં આવશે અન્યથા તેની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે. સરકાર આ મામલે નિરવને કોઈ પણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી. સૂત્રો અનુસાર, ભાજપ 2019 સામાન્ય ચૂંટણીમાં ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશોરથી ઉઠાવશે. ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા કોંગ્રેસ પર નિશાન સાધવાની પૂરી કોશિશ કરશે. ભાજપ રોબર્ટ વાડ્રાના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલા અંગે કોંગ્રેસને ઘેરવાની કોશિશ કરશે. વાડ્રા અને તેની કંપની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીને આવકવેરા વિભાગે નોટિસ આપી છે. આવકવેરા વિભાગે 2010-11 માં ચૂકવવાના બાકી રહેલા 25 કરોડ રૂપિયા મામલે આ નોટિસ આપી છે.

2જી સ્કેમ અને કોલ સ્કેમ કેસ પર સરકારની નજર

2જી સ્કેમ અને કોલ સ્કેમ કેસ પર સરકારની નજર

સૂત્રોએ એ પણ જણાવ્યુ કે પક્ષનો આગામી મુદ્દો 2જી સ્કેમમાં શામેલ લોકો અંગે હશે. 2જી સ્પેક્ટ્રમ ગોટાળામાં આરોપીઓને વિશેષ અદાલતે છોડી મૂક્યા છે. જ્યારે સરકારે આની સામે અપીલ કરવાની તૈયારી કરી છે અને આ કેસમાં રોજેરોજ સુનાવણી માટે સરકાર દબાણ પણ કરશે. જો કોર્ટ રોજેરોજની સુનાવણી માટે તૈયાર થઈ જાય તો આ મામલે નિર્ણય 90 દિવસમાં આવી શકે છે. કોલ સ્કેમમાં સરકારી એજન્સીઓ આમાં શામેલ લોકો પર નજર રાખી રહી છે અને સરકાર દરેક પ્રકારે ભ્રષ્ટાચારના મામલે ગંભીર છે. સૂત્રોએ જણાવ્યુ કે સરકાર લોકોને એ પણ બતાવશે કે કેવી રીતે ભ્રષ્ટાચાર મામલાની તપાસ તેમજ વિકાસના હેતુ માટે પૈસા લાવવાનું કામ તે કરી શકે છે.

English summary
Corruption to be the poll issue yet again in 2019, Mallya to be extradited soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X