For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધવા મહિલા સાથે રૂમમાં અશ્લીલ હાલતમાં પકડાયો 4 બાળકોનો બાપ

ઝારખંડમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. અહીંના તાલઝારી જિલ્લામાં એક પ્રેમી જોડાને ગામલોકોએ વાંધાજનક હાલતમાં રંગે હાથ પકડ્યા.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. અહીંના તાલઝારી જિલ્લામાં એક પ્રેમી જોડાને ગામલોકોએ વાંધાજનક હાલતમાં રંગે હાથ પકડ્યા. ઉતાવળમાં પંચાયત બોલાવવામાં આવી. પંચાયતે તુગલકી હુકમ કર્યો. હુકમ હતો કે એ માણસના અડધા માથા પર મુંડન કરાવવાનું હતું અને તે બંનેના ગળામાં ચપ્પલ અને પગરખાંની માળા પહેરાવીને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવવામાં આવે, તે પણ ડગડુગી વગાડીને. તાલઝારી પોલીસ મથકે સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચી પ્રેમી યુગલને હિરાસતમાં લઇ ગામલોકોના ચંગુલમાંથી છોડાવ્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે, આ કેસમાં સંડોવાયેલા ગ્રામજનો પર ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. વિગતવાર આખા મામલાને જાણો...

ચાર બાળકોના પિતાને ગામની વિધવા સાથે થઇ ગયો પ્રેમ અને પછી ...

ચાર બાળકોના પિતાને ગામની વિધવા સાથે થઇ ગયો પ્રેમ અને પછી ...

મળેલી માહિતી મુજબ, તાલઝારી પોલીસ મથક હેઠળ મહારાજપુરના મીના બજારમાં રહેતા 4 બાળકોના પિતા કાળુ યાદવને બીજા ગામની એક વિધવા સાથે પ્રેમ થયો હતો. આ સંબંધમાં, બંને રોજ મળવા લાગ્યા. ગામલોકોને એક રૂમમાં પેમી જોડાને વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા. આ પછી, લોકોએ કાયદો હાથમાં લઇ, પ્રેમી અને પ્રેમિકાના વાળ કાપી અને ચપ્પલ પહેરાવીને ગામમાં ફેરવવા લાગ્યા.

પોલીસનું શું કહેવુ છે

પોલીસનું શું કહેવુ છે

આ અંગે પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પોલીસને એવી સૂચના મળી હતી કે બુધવારે સવારે મહારાજપુર મીના બજારમાં એક વ્યક્તિ અને એક મહિલાને અર્ધનગ્ન કરી ચપ્પલનો હાર પહેરાવીને ગામમાં ફેરવવામાં આવી રહ્યા છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલા અને પુરુષને પોતાની હિરાસતમાં લઈ લીધા હતા. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જો પીડિતો વતી કોઈપણ પ્રકારની અરજી કરવામાં આવે તો દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઝારખંડમાં અગાઉ પણ આ પ્રકારનો કેસ સામે આવ્યો હતો

ઝારખંડમાં અગાઉ પણ આ પ્રકારનો કેસ સામે આવ્યો હતો

ભૂતકાળમાં ઝારખંડમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. થોડા સમય પહેલા, દુમકા જિલ્લાના એક ગામમાં, પ્રેમી જોડાને પ્રથમ અર્ધનગ્ન અવસ્થામાં આખા બજારમાં ફેરવ્યા હતા. આ પછી આ ઘટનાનો એક વીડિયો બનાવી વોટ્સએપ પર વાયરલ કર્યો હતો. પોલીસે પીડિતાના નિવેદન પર પોક્સો એક્ટ અને કલમ 376 (2 એન) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં છોકરાઓ પણ સલામત નથી, ત્રણ નાબાલિક છોકરાઓની રેપ બાદ હત્યા

English summary
Couple found in Compromising position in Jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X