For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Massage Video Viral: સત્યેન્દ્ર જૈનનો વીડિયો કેવી રીતે થયો લીક? કોર્ટે EDને મોકલી નોટિસ

કોર્ટે સત્યેન્દ્ર જૈનનો વીડિયો લીક થવા પર ઈડીને નોટિસ મોકલી છે.

|
Google Oneindia Gujarati News

Satyendra Jain Massage Video Viral: મની લૉન્ડ્રીંગ કેસમાં તિહારમાં જેલમાં બંધ દિલ્લી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનનો મસાજ વીડિયો આજે વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો છે. એક તરફ મસાજને લઈને ભાજપ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે ત્યાં બીજી તરફ સત્યેન્દ્ર જૈનની લીગલ ટીમે આ મામલે ઈડી સામે કોર્ટમાં અરજી દાખલ કરી દીધી. કોર્ટે સત્યેન્દ્ર જૈનનો વીડિયો લીક થવા પર ઈડીને નોટિસ મોકલી છે.

satyendra jain

તમને જણાવી દઈએ કે આપ નેતા સત્યેન્દ્ર જૈન પોતાની બેરેકમાં બેડ પર સૂતા-સૂતા મસાજ કરાવતા દેખાઈ રહ્યા છે. ઈડી તરફથી કોર્ટમાં વીડિયો ન લીક કરવાનુ શપથપત્ર આપવામાં આવ્યુ હતુ તેમછતાં આજે વીડિયો સોશિયલ મીડિયામાં લીક થઈ ગયો. આ મામલે દિલ્લીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર તિહાર જેલમાંથી આપના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે કરોડરજ્જુની ઈજાને કારણે તેમની ફિઝિયોથેરાપી ચાલી રહી છે.

ભાજપ પર સસ્તી રણનીતિનો આશરો લેવાનો આરોપ લગાવતા સિસોદિયાએ કહ્યુ કે જૈન જેલમાં પડી ગયા હતા. સત્યેન્દ્ર જૈનને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. તેમણે બે સર્જરી પણ કરાવી હતી. જ્યારે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ડૉક્ટરોએ તેમને ફિઝિયોથેરાપીની સલાહ આપી હતી અને તે વીડિયોમાં તે ફિઝિયોથેરાપી કરાવત દેખાય છે. સિસોદિયાએ એમ પણ કહ્યુંકે જૈનને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને ભાજપ તેમની બીમારીની મજાક ઉડાવી રહી છે.

તેમણે કહ્યુ કે ભાજપ એમસીડી અને ગુજરાતની ચૂંટણી હારી જવાની છે. તેથી તેઓ આવી સસ્તી યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે. તેમણે દિલ્લીમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્લી(MCD)ની ચૂંટણીના મુદ્દાઓ પર લડવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ જે ઈચ્છે તે કરી શકે છે પરંતુ તેમની પાર્ટી જ વિજયી બનશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને અદાલતે નિર્દેશ આપ્યા હતા કે એ વિચારાધીન વીડિયોને લીક ન કરે. સિસોદિયાએ કહ્યું કે વીડિયો લીક થવો એ કોર્ટના આદેશનુ ઉલ્લંઘન છે. વીડિયો પર નિશાન સાધતા ભાજપે આ મામલે આપ પ્રમુખ અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 'મૌન' પર સવાલ ઉઠાવ્યા છે.

આ પહેલા ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આપ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલજી તમે ક્યાં છુપાઈ ગયા છો? તેઓ કટ્ટર ઈમાનદાર મસાજ કરાવી રહ્યા છે. તેઓ 5 મહિનાથી જેલમાં છે પરંતુ હજુ સુધી તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને ટાંકીને તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી (AAP) સ્પા અને મસાજ પાર્ટી બની ગઈ છે. તેમણે કેજરીવાલને પડકાર ફેંક્યો કે તે જેલમાં જૈનના આચરણનો ખુલાસો કરે.

English summary
Court notice to ED on Satyendra Jain Tihar jail massage video leak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X