બેંગલુરુ કોર્ટે નિર્મલા સીતારામન વિરુદ્ધ ઈલેક્ટોરલ બોન્ડના આરોપો પર એફઆઈઆરને આદેશ આપ્યો
બેંગલુરુની વિશેષ પ્રતિનિધિ અદાલતે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને અન્ય કેટલાક લોકો સામે એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો છે.
આ નિર્દેશ ચૂંટણી બોન્ડના દુરુપયોગના આરોપોને પગલે આવ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-પ્રમુખ આદર્શ અય્યરે આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.

બેંગલુરુની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટમાં થયેલી ફરિયાદમાં નિર્મલા સીતારામણ અને અન્ય લોકો પર ધાકધમકી આપવા અને વસૂલી કરવા માટે ચૂંટણી બોન્ડનો ઉપયોગ કરવાનો આરોપ છે.
કોર્ટે આદેશ કર્યો છે કે બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશન આ ગંભીર આરોપોની સત્તાવાર તપાસ શરૂ કરે. આ પહેલી ઘટના નથી કે જેમાં બીજેપી ચૂંટણી બોન્ડ યોજનાના દુરૂપયોગનો આરોપ સહન કરી રહી હોય.
રાજકીય ફંડિંગમાં પારદર્શિતા માટે શરૂ થયેલી આ યોજના નરેન્દ્ર મોદી સરકારનો સૌથી મોટો ભ્રષ્ટાચાર બની ગઈ છે. આ જ કારણ છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરવા આદેશ કરવો પડ્યો છે.
એપ્રિલ 2024માં કોર્ટમાં સબમિટ કરાયેલી અરજીમાં નિર્મલા સીતારમણ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, BJP કર્ણાટકના ભૂતપૂર્વ પ્રમુખ નલિન કુમાર કાતિલ અને BY વિજયેન્દ્રના નામ પણ સામેલ છે. કોર્ટે આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.
જનઅધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલ 2024માં એસીએમએમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, બીવાય વિજયેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. હતી.
ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. અરજદાર વતી વરિષ્ઠ વકીલ બાલને દલીલો રજૂ કરી હતી. કેસની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.












Click it and Unblock the Notifications
