યુપી સરકારને ઝટકો, શંકાસ્પદ આતંકીઓ પરથી નહીં હટે કેસ

કોર્ટે કહ્યું કે એ બધાની ઉપર ગાઢ આરોપ લાગ્યા છે. માટે આ કેસને પાછા લેવાનો કોઇ આધાર નથી બનતો. કોર્ટમાં સુનવણી બાદ જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને બાઇજ્જત મુક્ત કરવામાં આવશે.
રાજ્યના ન્યાય વિભાગના પ્રધાન સચિવ તરફથી બારાબંકી જિલાધિકારીને મોકલવામાં આવેલ પત્રમાં કહેવાયું હતું કે તારિક કાસમી અને ખાલીદ મુજાહિદની સામે કેસ કાયદા અનુસાર યોગ્ય નહી હોય. માટે કોર્ટમાં તેને પરત લેવાની અરજી દાખલ કરવામાં આવે.
આને ધ્યાનમાં લઇને શુક્રવારે ઉપલી જિલ્લા શાસકીય અધિવક્તા તરફથી વિશેષ સત્ર કોર્ટ બારાબંકી કલ્પવના મિશ્રાની કોર્ટમાં કેસ પરત લેવાની અપીલ કરવામાં આવી જેને રદ કરી દેવામાં આવી. કોર્ટે આની પર જણાવ્યું કે આરોપ પત્ર દાખલ થઇ ચૂક્યું છે સુનવણી પોતાના અંતિમ ચરણમાં છે. માટે આવા સમયે કેસને પાછો લેવો કાનૂન અને જનતાના હિતમાં નથી. સુનવણી બાદ જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને બાઇજ્જત મુક્ત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
