જેએનયુ ચાર્જશીટ મામલે દિલ્હી સરકારને કોર્ટે ફટકાર લગાવી

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) માં લાગેલા દેશવિરોધી નારા અંગે દિલ્હી પોલીસની ચાર્જશીટને દિલ્હી સરકારે હજુ સુધી અનુમતિ નથી આપી

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) માં લાગેલા દેશવિરોધી નારા અંગે દિલ્હી પોલીસની ચાર્જશીટને દિલ્હી સરકારે હજુ સુધી અનુમતિ નથી આપી. આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ આ ચાર્જશીટ પહેલા તેમને દિલ્હી સરકાર પાસેથી અનુમતિ લીધી ના હતી. આ અનુમતિ હજુ સુધી નથી મળી અને દેશદ્રોહના મામલે ચાર્જશીટ પર કોર્ટ રાજ્ય સરકારની મંજૂરી વિના સુનાવણી નહીં કરી શકે.

દિલ્હી સરકારને કોર્ટે ફટકાર લગાવી

દિલ્હી સરકારને કોર્ટે ફટકાર લગાવી

દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે રાજદ્રોહના મામલે હજુ સુધી તેમને રાજ્ય સરકાર ઘ્વારા અનુમતિ નથી મળી. તેના પર કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી કહ્યું કે આખરે ફાઈલ ક્યાં અટકી છે. જયારે કોર્ટમાં કહેવામાં આવ્યું કે ફાઈલ દિલ્હી સરકાર પાસે છે. ત્યારે કોર્ટે કહ્યું કે આવું કઈ રીતે થઇ શકે. તેમને કહો કે આખો મામલો ઉકેલે ત્યારપછી કોર્ટે ચાર્જશીટ 28 ફેબ્રુઆરી સુધી રોકી દીધી છે.

દિલ્હી પોલીસની ચાર્જશીટમાં કોણ કોણ આરોપી

દિલ્હી પોલીસની ચાર્જશીટમાં કોણ કોણ આરોપી

દિલ્હી પોલીસ ઘ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કુલ 10 લોકોને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનીબાન ભટ્ટાચાર્ય પણ શામિલ છે. તેના સિવાય બીજા સાત કાશ્મીર વિધાર્થીઓ અને 36 બીજા લોકો પણ શામિલ છે. આ ચાર્જશીટ સેક્શન- 124A, 323,465,471,143,149,147,120B હેઠળ રજુ કરવામાં આવી છે.

કન્હૈયા કુમારે દેશ વિરોધી નારા લગાવ્યા હતા

કન્હૈયા કુમારે દેશ વિરોધી નારા લગાવ્યા હતા

ચાર્જશીટમાં સાક્ષીઓ અનુસાર કન્હૈયા કુમારે દેશ વિરોધી નારા લગાવ્યા હતા. તેની સાથે પોલીસને કન્હૈયા કુમારનો એક વીડિયો પણ મળ્યો છે, જેમાં તે ભાષણ આપી રહ્યો છે. કન્હૈયા કુમારને તેના વિશે પહેલાથી જ જાણકારી હતી. આ ચાર્જશીટમાં જે કાશ્મીરી યુવકોનું નામ શામિલ છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X