પંજાબ: જામીન માટે કોર્ટે આરોપી સામે રાખી અનોખી શરત

પંજાબના મોગા જિલ્લા અદાલતે બાઈક ચોરીના આરોપીને જામીન માટે અનોખી શરત રાખી, જેને જાણીને તમે હેરાન થઇ જશો.

પંજાબના મોગા જિલ્લા અદાલતે બાઈક ચોરીના આરોપીને જામીન માટે અનોખી શરત રાખી, જેને જાણીને તમે હેરાન થઇ જશો. અદાલતે બાઈક ચોરીના આરોપી સામે શરત રાખી કે તે બે વૃક્ષ લગાવે અને તેનો ફોટો અને નર્સરીનું બિલ અદાલતમાં રજુ કરે. કોર્ટનો આ નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

court

મળતી જાણકારી અનુસાર મોગા પોલીસે ડાગરૃ નિવાસી કુલવિન્દર સિંહ ભીડદા વિરુદ્ધ બાઈક ચોરી કરવાનો આરોપ નોંધ્યો હતો. આ મામલે તે જેલમાં બંધ હતો. આરોપીએ પોતાના વકીલ મારફતે જિલ્લા અદાલતમાં જામીન અરજી દાખલ કરી. 10 જુલાઈએ જજ સુપિન્દર સિંહની અદાલત ઘ્વારા આરોપીની અરજી સ્વીકાર કરતા તેને આદેશ આપ્યો કે તે કોઈ પણ સાર્વજનિક જગ્યા પર બે વૃક્ષ લગાવે. વૃક્ષ લગાવતા સમયે તેની ફોટોગ્રાફી કરાવીને તેને પુરાવા રૂપે અદાલતમાં રજુ કરે.

આરોપી કુલવિન્દર સિંહ ભીડદા ઘ્વારા પોતાના ગામ ડાગરૃમાં સરકારી સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં બે વૃક્ષ લગાવવામાં આવ્યા અને નર્સરીમાંથી તેનું 200 રૂપિયાનું બિલ પણ લેવામાં આવ્યું. તેને વૃક્ષ વાવવા માટેના બે અલગ અલગ ફોટો પણ ખેંચાવ્યા. ત્યારપછી તે અદાલતમાં રજુ થયો આરોપીએ અદાલતમાં જણાવ્યું કે પોલીસે પૂછપરછ માટે તેની અટક કરી હતી. જયારે તેના પિતાની હાલત પણ સારી નહિ હોવાને કારણે તે 17 જુલાઈ એ અદાલતમાં હાજર રહીને વૃક્ષરોપણ વિશે પુરાવા રજુ કરી શક્યો ના હતો. આરોપી ઘ્વારા રજુ કરવામાં આવેલી દલીલ અદાલત ઘ્વારા સ્વીકાર કરીને તેને જામીન આપી દેવામાં આવ્યા. કોર્ટ ઘ્વારા જામીન આપવાનો નિર્ણય હવે ચર્ચાનું કેન્દ્રં બન્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X