Covid Update : ફરીથી લોકડાઉનના એંધાણ, આ રાજ્યોમાં ફરજિયાત થયું માસ્ક
Covid Update : દેશમાં જેમ જેમ કોરોનાસંક્રમણ વધી રહ્યું છે, તેમ તેમ સરકારની ચિંતા પણ વધી રહી છે. જે કારણે આરોગ્ય મંત્રાલય સજાગ થયું છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા ઘણા રાજ્યોમાં જૂના પ્રતિબંધો ફરીથી લાગુ કર્યા છે. જેમાં કેરળનો પણ સમાવેશ થાય છે.
કેરળમાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તેમજ ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ કોરોનાને કારણે ગુમાવ્યો જીવ
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે હાઇ લેવલની બેઠક યોજી હતી. આ દરમિયાન વીણાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણથી સંબંધિત મૃત્યુ મોટાભાગે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડિત લોકોમાં થાય છે. શનિવારના રોજ કેરળમાં કોરોનાના 1801 નવા દર્દીઓ સામે આવ્યા છે.
પોંડીચેરીમાં જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત
કેન્દ્રશાસિત પ્રદેશ પોંડીચેરીમાં 7 એપ્રિલથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ઇ વલ્લવને આ માહિતી આપી હતી.
શનિવારે દેશમાં નોંધાયા હતા 6155 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, શનિવારના રોજ સતત બીજા દિવસે કોરોનાના 6155 નવા કેસ નોંધાયા છે. આ અગાઉ શુક્રવારના રોજ 6,050 કેસ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 31,194 થઈ ગઈ છે. આ સાથે મૃતકોની સંખ્યા વધીને 5,30,954 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 47 લાખ 51 હજાર 259 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
10 અને 11 એપ્રિલે હોસ્પિટલોમાં યોજાશે મોકડ્રીલ
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કોવિડ-19ને લઈને કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. 10-11 એપ્રિલના રોજ હોસ્પિટલોમાં મોકડ્રીલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મનસુખ માંડવિયાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતર્ક રહેવા, ટેસ્ટ અને જીનોમ સિક્વન્સિંગ વધારવા અને હોસ્પિટલોને તૈયાર રાખવાનો નિર્દેશ આપ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
