Covid Update : ફરી વધ્યો કોરોનાનો કહેર, નવા કેસમાં 44 ટકાનો વધારો નોંધાયો
Covid Update : દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં બુધવારના રોજ ફરી એકવાર વધારો નોંધાયો છે. મંગળવારની સરખામણીએ આજે નવા કેસમાં 44 ટકાનો વધારો થયો છે. જોકે, સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો છે, જે રાહતના સમાચાર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, બુધવારના રોજ છેલ્લા 24 કલાકમાં નવ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. બુધવારના રોજ 9,629 નવા કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે આ આંકડો 6,660 હતો. આવા સમયે, સક્રિય કેસ ઘટીને 61,013 થઈ ગયા છે, જે મંગળવારના રોજ 63,380 હતા.

સરકારી ડેટા જણાવે છે કે, બુધવારના રોજ 29 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 5,31,398 પર પહોંચી ગયો છે. અત્રે નોંધનીય છે કે, કોરોના સંક્રમણની અસર કેરળમાં સૌથી વધુ થઇ રહી છે.
કેરળમાં 10 લોકોના મોત થયા છે. આવા સમયે, કોરોના સંક્રમણમાંથી મુક્ત થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,43,23, 045 લોકોએ કોરોના મહામારી સામેની લડાઈ જીતી છે. આવા સમયે, મૃત્યુ દર 1.18 ટકા હતો, જ્યારે રિકવરી રેટ 98.68 ટકા નોંધાયો હતો.
220 કરોડ વેક્સિન ડોઝ આપાયા - ડેઇલી પોઝિટિવિટી રેટ 5.38 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 5.61 ટકા નોંધવામાં આવી છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.49 કરોડ નોંધાઈ છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસ હવે કુલ સંક્રમણના માત્ર 0.14 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
