શહીદ હેમરાજનું માથું વાઢનાર આતંકવાદીને પાકિસ્તાને આપ્યું 5 લાખનું ઇનામ

hemraj-singh
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: ભારતીય સીમામાં ઘુસીને પાકિસ્તાનના સૈનિકોએ ગત 8 જાન્યુઆરીના રોજ બે ભારતીય જવાનોની હત્યા કરી દિધી હતી. તેમને લાંસ નાયક હેમરાજનું માથું કાપી નાખ્યું હતું અને તેને પોતાની સાથે લઇ ગયા હતા. જોકે પાકિસ્તાન આ ઘટનામાં પોતાનો હાથ ન હોવાનું કહી રહ્યું છે પરંતુ મીડિયા રિપોર્ટના અનુસાર હેમરાજનું માથું કાપનાર લશ્કર-એ-તોઇબાના આતંકવાદી અનવર ખાનને આઇએસઆઇ અને પાકિસ્તાન સેનાએ પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપ્યું છે.

રિપોર્ટ અનુસાર અનવર ખાન 1996માં ભારતીય સેનાના કેપ્ટનનું માથું કાપવાની ઘટનામાં સામેલ હતો. આઇબી અને રોની સાથે મિલેટ્રી ઇન્ટેલીજેન્સની ગોપનીય જાણકારી દ્રારા આ ખુલાસો થયો છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં હાલ આઇએસઆઇની ટાટાપાની યૂનિટના સૂબેદાર જબ્બર ખાને પાક સેનાની મુજાહિદ રેજીમેન્ટ સાથે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.

પાક સરકાર અને આઇએસઆઇના અધિકારીઓએ આતંકવાદી સંગઠન અને તેમના સ્થાનિક તાલીમાર્થીઓ સાથે આ યોજના બનાવી હતી. જેમાં લશ્કર-એ-તોઇબા અને જેશ-એ-તોઇબાના 15 આતંકવાદીઓ સામેલ હતા. ગુપ્તચર એજન્સીઓએ જાણકારી આપી હતી કે ભારતની સીમા સાથે જોડાયેલા પાકિસ્તાને વિસ્તારોના યુવકો પાક સેનામાં ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા યુવકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમને સીમા પર સુરંગ પાથરવા માટે પાંચ હજાર રૂપિયા, ભારતીય સૈનિકને ગોળી મારવા બદલ 10 હજાર અને સર કલમ કરનારને પાંચ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X