આ સુવિધાઓથી સજ્જ હશે ગગનયાનનું ક્રુ મોડ્યુઅલ, જાણો તેની તમામ ખાસિયત
ચંદ્રયાન 3 થી અવકાશમાં ઉંચી છલાંગ લગાવનારી ઈસરો હવે ગગનયાનથી મોટી ઉડાન ભરવા જઈ રહી છે. ઈસરો બહુ જલ્દી ગગનયાનની પહેલી ટેસ્ટ ફ્લાઈટ લોંચ કરવા જઈ રહ્યું છે.
ગગનયાન ISROનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને તેનાથી ભારત સ્પેસમાં માણસ મોકલવા તરફ કદમ રાખી રહ્યું છે. આ પ્રોજેક્ટની સફળતા ભારતને દુનિયાના ટોપ 5 સ્પેસ પાવરમાં સામેલ કરી દેશે.

ચંદ્રયાનની સફળતા બાદ સમગ્ર વિશ્વની નજર ભારતના આ કાર્યક્રમ પર ટકેલી છે. જો આ મિશન પણ સફળ થશે તો ભારત વિશ્વની સ્પેસ ટેકનોલોજીમાં મોટા પ્લેયર તરીકે ઉભરી રહેશે.
તમને જણાવી દઈએ કે, 21 ઓક્ટોબરે હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થનાર ગગનયાનનું ક્રૂ મોડ્યુલ શાનદાર સુવિધાઓથી સજ્જ છે.
આ ગગનયાન ક્રૂ મોડ્યુલમાં બેસીને અવકાશયાત્રીઓ પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ પહોંચશે અને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરશે. આમાં એસ્ટ્રોનોટ્સ રહેશે તેના માટે તમામ સુવિધાઓ હશે.
જણાવી દઈએ કે ગગનયાનનું ક્રૂ મોડ્યુલ એટલું આધુનિક છે કે તેમાં ઘણી ખાસ વિશેષતાઓ છે. જેમ કે નેવિગેશન સિસ્ટમ, ફૂડ હીટર, ફૂડ સ્ટોરેજ, હેલ્થ સિસ્ટમ અને ટોઇલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.
Mission Gaganyaan:
— ISRO (@isro) October 7, 2023
ISRO to commence unmanned flight tests for the Gaganyaan mission.
Preparations for the Flight Test Vehicle Abort Mission-1 (TV-D1), which demonstrates the performance of the Crew Escape System, are underway.https://t.co/HSY0qfVDEH @indiannavy #Gaganyaan pic.twitter.com/XszSDEqs7w
ઈસરોની ભારતીય વાયુસેના પણ ગગનયાન મિશનમાં સામેલ છે. આ માટે એક ગ્રુપ કેપ્ટન અને ત્રણ વિંગ કમાન્ડર તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ લોકોને બેંગ્લોરમાં ગગનયાન મોડ્યુલ પર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ઈસરો હાલમાં ગગનયાનના ક્રૂ મોડ્યુલનું હાઈ-એલ્ટિટ્યુડ ડ્રોપ ટેસ્ટ કરી રહ્યું છે. કેટલાક આવા પરીક્ષણો પણ કરવામાં આવી રહ્યા છે જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ રોકેટથી અલગ થઈ જશે અને 2 કિમીના અંતરે પડી જશે. ISRO એ આ પહેલા ઓગસ્ટમાં પ્રથમ વખત ડ્રેગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
