JMMએ છોડ્યો સાથ, ઝારખંડની મુંડા સરકાર સંકટમાં

હેમંત સોરેને જણાવ્યું કે પાર્ટીએ મુંડા સરકારને આપેલું સમર્થન પાછું લેવાનો નિર્ણય કરી લીધો છે. તેમણે એ પણ જણાવ્યું કે જેએમએમ વિરોધી નિવેદન પર નિશિકાંત દૂબેએ માફી માંગવી જોઇએ. આ પહેલા શિબૂ સોરેને જણાવ્યું કે હવે વાતચીતના બધા રસ્તાઓ બંધ થઇ ચૂક્યા છે. મંગળવારે રાજભવન જઇને રાજ્યપાલને સમર્થન પરત કર્યાનો જાણ કરતા પત્ર મોકલશે.
સોમવારે બપોરે શિબૂ સોરેન અને હેમંત સોરેન સાથે અર્જૂન મુંડાએ મુલાકાત પણ કરી હતી પરંતુ આ અંગે કોઇ સમજૂતિ ના થઇ શકી. જેએમએમના જણાવ્યા અનુસાર બીજેપીની સાથે ઝારખંડમાં 28-28 મહીને સરકાર ચલાવવાની સમજૂતિ થઇ હતી. તેમણે બીજેપી પર વચનથી હટવાનો આરોપ પણ લગાવ્યો છે.












Click it and Unblock the Notifications
