સાડી પહેરી અને લિપસ્ટિક લગાવીને ઇન્સપેક્ટર કરતો હતો કુકર્મ
મુંબઇ, 24 ઓક્ટોબર: મુંબઇમાં ખાખીધારીની એક શરમજનક કરતૂત સામે આવી છે. બે યુવકોએ એક પોલીસ ઇન્સપેક્ટર પર કુકર્મ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.તમે સાંભળીને હેરાન થઇ જશો કે યુવકો સાથે દુષ્કર્મ કરતાં પહેલાં ઇન્સપેક્ટર મહિલાઓના કપડાં પહેરતો, મેકઅપ કરતો અને પછી તેમની સામે મૂજરો કરતો હતો. આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ કરવામાં આવી રહી છે જલદી જ ઘટનાની તસવીર સ્પષ્ટ થઇ જશે.
મળતી માહિતી મુજબ બે યુવકો કુર્લાના રહેવાસી છે. તેમાંથી એકની ઉંમર 24 વર્ષની છે અને તે મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે જ્યારે બીજાની ઉંમર 25 વર્ષ છે તે ઇલેક્ટ્રિશિયનનો ધંધો કરે છે. બંને યુવકોએ જણાવ્યું હતું કે આરોપી ઇન્સપેક્ટર તેમને પોલીસ સ્ટેશના કેબિનમાં બળજબરીપૂર્વક બોલાવતો હતો અને પોતે સ્ત્રીના કપડાં પહેરીને તેમની સામે નાચતો હતો. આ દરમિયાન તે તેમની છેડતી કરતો હતો અને પછી તેમની સાથે કુકર્મ કરતો હતો. એક પીડિતે જણાવ્યું હતું કે પાંચ મહિના પહેલાં તેનો મોબાઇલ ખોવાઇ ગયો હતો.

તે અંગે ફરિયાદ દાખલ કરાવવા માટે તે પોલીસ સ્ટેશન આવ્યો હતો. પીડિતે જણાવ્યું હતું કે ત્યાં તેની મુલાકાત ઇન્સપેક્ટર સાથે થઇ હતી. તે તેને કેબિનમાં લઇ ગયો અને પૂછપરછ કરી. ત્યારબાદ તેને આવવા માટે કહ્યું, જ્યારે તે ફરીથી પોલીસ સ્ટેશન ગયો તો તેને કેબિનમાં લઇ ગયો. તેને સાડી પહેરી. તેને લિપસ્ટિક અને કાજલ લગાવ્યું હતું. પછી તેને યુવકનું પેન્ટ ઉતારવાનું કહ્યું અને તેને કુકર્મ આચર્યું. સાથે જ ધમકી આપી હતી. બીજી તરફ બીજા પીડિતે જણાવ્યું હતું કે આરોપી ઇન્સપેક્ટરે ઓછામાં ઓછી દસ વખત તેની સાથે કુકર્મ આચર્યું છે.












Click it and Unblock the Notifications
