કોલકાતામાં સ્ટેશન પાસે વિસ્ફોટ, ત્રણ ઘાયલ
કોલકાતા, 11 જાન્યુઆરી: એક મોટા સમાચાર કોલકાતાના દમદમ મેટ્રો સ્ટેશનથી આવ્યા છે જ્યાં શનિવારે એક ટિફિન બોમ્બ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમાંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
ટીવી ન્યૂઝ આજ તક અનુસાર આ વિસ્ફોટ દમદમ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 2 પાસે થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટક કચરના ડબ્બામાં મૂકવામાં આવ્યા હતું. જ્યાંથી અન્ય જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે.

પોલીસે આખા વિસ્તારને સીલ કરી દીધો છે. આ ઘટના સામે આવ્યા બાદ દેશના તમામ રેલવે સ્ટેશનો પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે ઓછી તિવ્રતાનો વિસ્ફોટ હોવાના કારણે નુકસાન ઓછું થયું છે.












Click it and Unblock the Notifications
