
હૈદરાબાદને જે ખૂબી પર ગર્વ હતો તેને તોડીને જ ચેન્નઈએ રચ્યો ઈતિહાસ
આઈપીએલ 11 નો ખિતાબ ત્રીજી વાર પોતાના નામે કરાવીને માહીએ સાબિત કરી દીધુ કે તે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કેપ્ટન છે અને કેમ આખી દુનિયા આ ખેલાડીનું સમ્માન કરે છે. આ સિઝનની શરૂઆતથી જ ચેન્નઈનો જાદૂ દેખાવાનો શરૂ થઈ ગયો હતો. જો કે આ સિઝનમાં સૌથી પહેલા પ્લે ઓફમાં જગ્યા બનાવનારી ટીમમાં હૈદરાબાદનું નામ સૌથી આગળ છે પરંતુ ચેન્નઈની સામે આ ટીમની ના તો બેટિંગમા અસર જોવા મળી ના તો બોલિંગમાં. મુંબઈના વાનખેડેમાં રમાયેલ ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્ઝે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને આઈપીએલ 2018 ની ટ્રોફી પોતાના નામે કરી દીધી. આ મેચમાં વૉટ્સને સદી ફટકારીને પોતાની ટીમને ફાઈનલનો ખિતાબ જીતાડ્યો અને પોતાની ટીમને 8 વિકેટથી મોટી જીત અપાવી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચેન્નઈની ટીમ 2010 અને 2011 માં પણ આ સીરિઝ પર કબ્જો કરી ચૂકી છે.

4-0 થી હરાવીને સ્થાપ્યો કીર્તિમાન
આ સિઝનની જો વાત કરીએ તો હૈદરાબાદની બોલિંગનો જાદૂ દરેક મેચમાં જોવા મળ્યો. હૈદરાબાદે આ સિઝનમાં ઘણી મેચો પોતાની બોલિંગના દમ પર જ જીતી છે પરંતુ આ ટીમના બોલરો ચેન્નઈ સામે એટલુ શાનદાર પ્રદર્શન ન કરી શક્યા. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ અને હૈદરાબાદે આ સિઝનમાં 4 મેચો એકબીજા સામે રમી છે જેમાં 2 મેચો લીગ મેચમાં જ્યારે બે પ્લેઓફથી લઈ ફાઈનલ સુધી રમાઈ છે. આ ચારે મેચમાં ચેન્નઈએ જીતી છે. 10 વર્ષમાં આવુ કોઈ નથી કરી શક્યુ.

બોલરોનો જાદૂ ન ચાલ્યો
આ સિઝનમાં જો કોઈ ટીમની બોલિંગનો જાદૂ હતો તો તે હતી હૈદરાબાદની ટીમ. રાશિદખાન, શાકિબ, ભુવનેશ્વર કુમાર અને કૌલ બધાએ આ સિઝનમાં પોતાની બોલિંગથી શાનદાર મેચો રમી પરંતુ ચેન્નઈના બોલરો સામે તેમની ફિરકી ચાલી નહિ અને એક પણ મેચ ચેન્નઈ સામે જીતી શક્યા નહિ. ચેન્નઈના બેટ્સમેનોએ બહુ સરસ રણનીતિ બનાવી અને રાશિદ ખાન અને ભુવનેશ્વર સામે રન ના બનાવ્યા તો વિકેટ પણ ના આપી. દરેક બોલરોને ટાર્ગેટ પર લીધા અને ખિતાબ પોતાના નામે કરી દીધો.

ના ચાલી ફિરકી
આ ફાઈનલ મેચમાં શરૂઆતમાં તો લાગ્યુ કે હૈદરાબાદના બોલરો ભારે પડશે. પહેલી ઓવર મેડન ગઈ. પરંતુ ચેન્નઈના બેટ્સમેનો પણ રણનીતિ બનાવીને ઉતર્યા હતા અને તેના પર અમલ પણ કર્યો. રાશિદ અને ભુવીને છોડીને બધા બોલરોની બરાબર ધોલાઈ કરી અને ખિતાબ પર કબ્જો કરી લીધો. આ મેચમાં સંદીપ શર્માએ 4 ઓવરમાં 52 રન બનાવ્યા અને એક વિકેટ લીધી. વળી, ચેન્નઈના બેટ્સમેનોએ કૌલની 3 ઓવરમાં 43 રન કર્યા. શાકિબને એક જ ઓવર મળી જેમાં તેણે 15 રન આપ્યા. ત્યારબાદ બૈંક્થ્રેટે 15 બોલ ફેંક્યા અને 27 રન આપ્યા. જો કે રાશિદે 4 ઓવરમાં 24 રન જ આપ્યા અને ભુવીએ પણ માત્ર 17 રન જ આપ્યા.