For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીઃ સહારનપુરમાં જૂથ અથડામણ, અનેક ઘાયલ

|
Google Oneindia Gujarati News

uttar-pradesh
નવી દિલ્હી, 26 જુલાઇઃ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ શહેરી વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર બન્ને જૂથો વચ્ચે ગુરુવારે જમીનને લઇને વિવાદ થયા બાદ તણાવ સર્જાયો હતો.

માહિતી અનુસાર તણાવ બાદ બે જૂથો વચ્ચે અથડામણ, પથ્થરબાજી અને ગોળીબાર શરૂ થઇ ગયો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાઓએ અનેક ગાડીઓ અને સ્કૂટર્સને આગ લગાવી દીધી, જેના કારણે સ્થિતિ વધુ વણસી છે. અથડામણમાં થયેલા ગોળીબારમાં એક પોલીસ જવાનને પણ ઇજા થઇ છે.

શનિવાર અને રજાનો દિવસ હોવાથી જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું છે, બજાર બંધ છે અને સ્થિતિ આજે પણ વણસેલી છે. તમને જણાવી દઇએ કે એક જૂથના પક્ષમાં અદાલતે નિર્ણય આપ્યો હતો અને ત્યારબાદ મોડી રાતથી આ અથડામણ શરૂ થઇ ગઇ હતી.

સ્થિતિ કાબૂ કરવા માટે શહેરમાં વધુ પોલીસ દળ બોલાવવામાં આવ્યું છે, સ્થિતિને જોઇને સહારનપુરના શહેરી વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવાયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાક્રમ મોડી રાત્રે બે વાગ્યે શરૂ થયો હતો.

English summary
Curfew imposed in Saharanpur following clashes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X