For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી બેકાર: સર્ક્યુલેશનમાં બધી જ કેશ પાછી આવી

કેન્દ્રની મોદી સરકારમાં સૌથી મોટો નિર્ણય હતો નોટબંધી. દેશભરમાં 500 અને 1000 ની નોટો અચાનક ચલણથી બહાર કરી દેવામાં આવી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારમાં સૌથી મોટો નિર્ણય હતો નોટબંધી. દેશભરમાં 500 અને 1000 ની નોટો અચાનક ચલણથી બહાર કરી દેવામાં આવી. સરકાર ઘ્વારા દાવા કરવામાં આવ્યા કે નોટબંધી ઘ્વારા બ્લેકમની રોકવામાં સફળતા મળશે તેની સાથે સાથે દેશને ડિજિટલ ઇન્ડિયા તરફ લઇ જવામાં મદદ મળશે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટમાં સરકારની પોલ ખુલી ગયી. દેશમાં કરન્સીનું સર્ક્યુલેશન ફરીથી એટલું જ થઇ ગયું જે નોટબંધી પહેલા હતું. હાલમાં દેશમાં કરન્સી સર્ક્યુલેશન નોટબંધી પહેલાના સ્તર જેટલું 99.17 ટકા થઇ ચૂક્યું છે. આ આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા પોતાની રિપોર્ટમાં દર્શાવ્યા છે.

નોટબંધી રહી બેઅસર

નોટબંધી રહી બેઅસર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લેટેસ્ટ આંકડા મુજબ 23 ફેબ્રુઆરી 2018 સુધી અર્થવ્યવ્યસ્થામાં 17.82 લાખ રૂપિયા સર્ક્યુલેશનમાં છે. જયારે 4 નવેમ્બર 2016દરમિયાન આ આંકડો 17.97 લાખ રૂપિયા હતો. એટલે કે નોટબંધીથી કરન્સી સર્ક્યુલેશન પર કોઈ જ અસર પડી નથી.

અર્થવ્યવસ્થાથી બહાર થયી કરન્સી

અર્થવ્યવસ્થાથી બહાર થયી કરન્સી

આપને જણાવી દઈએ કે 8 નવેમ્બર 2016 દરમિયાન નોટબંધી ની ઘોષણા પછી પ્રતિબંધિત કરન્સી પાછી લીધા પછી અર્થવ્યવસ્થાથી લગભગ 8 લાખ કરોડ રૂપિયા પાછા લેવામાં આવ્યા હતા. પ્રતિબંધિત કરન્સીને બદલે નવી કરન્સી લાવવામાં આવી હતી. સરકારે ડિજિટલ ટ્રાન્જેક્શન ને પ્રોત્સાહન આપવા માટે પગલું ભર્યું પરંતુ સરકારની કોશિશ બેઅસર રહી છે. જાન્યુઆરી 2018 પછી દેશમાં કરન્સી ટ્રાન્જેક્શન વધી ને 89,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

કેશલેસ ઈકોનોમી નું સપનું તૂટ્યું

કેશલેસ ઈકોનોમી નું સપનું તૂટ્યું

સરકારે નોટબંધી દરમિયાન દાવા કર્યા હતા કે તેનાથી કેશલેસ ટ્રાન્જેક્શન ને પ્રોત્સાહન મળશે અને તેની સાથે સાથે બ્લેકમની રોકવામાં સફળતા મળશે. પરંતુ આરબીઆઇ ઘ્વારા બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ રિપોર્ટ સરકારની ઊંગ ઉડાડી રહી છે. કરન્સી સર્ક્યુલેશન સ્તર સાબિત કરે છે કે લોકોને ડિજિટલ ટ્રાન્જેક્શન પસંદ આવ્યું નથી.

English summary
Currency in circulation is almost at pre-demonentisation levels at 99.17 percent. It has taken fifteen months for the currency in circulation to get back to the levels of November 04, 2016, the last week end before Prime Minister Narendra Modi banned Rs 500 and Rs 1000 notes which constituted close to Rs 8 lakh crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X